Tuesday, September 27, 2011

અનિચ્છનીય કોલ્સ-એસએમએસ આખરે બંધ થયા


નવી દિલ્હીતા.૨૭
ટેલિફોન વપરાશકારોને વાંરવાર હેરાન પરેશાન કરતા અનિચ્છનીય કોલ્સ અને એસએમએસમાંથી આખરે મુક્તિ મળી છે. ટ્રાઈ દ્વારા આજથી આવા અનિચ્છનીય કોલ્સ અને એસએમએસ પર પ્રતિબંધ આવતા તેમને રાહત મળી છે. ટેલિકોમ નિયમનકાર ટ્રાઈ આવા અનિચ્છનીય એસએમએસ પરનો પ્રતિબંધ હજી વધારે કડક બનાવવા માગે છે તેથી આવા કોર્મિશયલ એસએમએસ પર ૧૫ ઓક્ટોબરથી દર એસએમએસ દીઠ પાંચ પૈસા દંડ લાદવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવા સંજોગોમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કે જેમના નેટવર્કમાંથી કોર્મિશયલ એસએમએસ કરવામાં આવ્યા હશે તેમણે દરેક કોર્મિશયલ એસએમએસ દીઠ પાંચ પૈસા ટર્મિનેશન ચાર્જ ચૂકવવો પડશે. આમ હવે આવા સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા દરરોજ કરવામાં આવતા લાખો એસએમએસ પર પણ પ્રતિબંધ આવશે.
ટ્રાઈના ચેરમેન જે એસ શર્માએ કહ્યું હતું કે૧૫ ઓક્ટોબરથી જનરલ એસએમએસ પર નહીં પરંતુ કોર્મિશયલ એસએમએસ પર પાંચ પૈસા ટર્મિનેશન ચાર્જ લાદવા ગંભીરતાથી વિચારાઈ રહ્યું છે. કેટલાક ઓપરેટર્સ પરસ્પર સંમતિથી એસએમએસ દીઠ ૧૫ પૈસા ટર્મિનેશન ચાર્જ ઉઘરાવે છે પણ તે ફરજિયાત નથી. જોકેટ્રાઈની દરખાસ્ત અમલી બને તે પછી તમામ ઓપરેટર્સ માટે કોર્મિશયલ એસએમએસ પર ટર્મિનેશન ફી ફરજિયાત બનશે. જે કંપનીઓ આ નિયમોનો ભંગ કરશે તેને રૂ. ૨.૫ લાખનો દંડ કરાશે અને જરૂર પડે તો તેની સર્વિસ રદ કરાશે.
દરેક સિમકાર્ડ દીઠ માત્ર ૧૦૦ એસએમએસ જ કરી શકાશે તેવી ટ્રાઈની ભલામણના સંદર્ભમાં શર્માએ કહ્યું હતું કેટેલિકોમ ઓપરેટર્સના ડીલર્સઈ-ટિકિટિંગ એજન્સીઝ અને સોશિયલ નેટર્વિંકગ સાઈટ્સ જેવા સર્વિસ પ્રોવાઈડર્સને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો વાસ્તવિક કિસ્સામાં કોઈ રજૂઆત કરશે તે તેવા સંજોગોમાં કેટલાક નિયમોમાં રાહત આપવામાં આવશે.
તહેવારોના દિવસોમાં એક જ સિમકાર્ડ પરથી માત્ર ૧૦૦ એસએમએસ કરવાની મર્યાદામાં રાહત અપાશે. સરકાર દ્વારા આજે ટેલિકોમ કોર્મિશયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશનનો અમલ કરવામાં આવ્યો છે જેને કારણે હવે વપરાશકારોને અનિચ્છનીય કોલ્સ અને એસએમએસમાંથી રાહત મળશે.
જે ગ્રાહકો અગાઉ 'ડુ નોટ કોલ રજીસ્ટ્રીતરીકે ઓળખાતી નેશનલ કસ્ટમર પ્રેફરન્સ રજીસ્ટ્રી (એનસીપીઆર) સાથે રજિસ્ટર થયેલા છે તેમને તમામ કોર્મિશયલ કોમ્યુનિકેશન્સમાંથી રાહત મળશે તેમ ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું હતું. ગ્રાહકોને હવે ફુલ્લી બ્લોક્ડ કેટેગરી અપનાવવાનો કે પાર્શીયલી બ્લોક્ડ કેટેગરીનો વિકલ્પ અપનાવવાની તક મળશે.
ફુલ્લી બ્લોક્ડ કેટેગરી માટે ગ્રાહક ૧૯૦૯ પર ‘START ૦ એસએમએસ કે કૉલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકશે. ટ્રાઈએ તેની વેબસાઈટ પર આ અંગે પસંદગીની કેટેગરી જેવી કે શિક્ષણહેલ્થ,રિયલ એસ્ટેટ અને અન્ય કેટેગરીની યાદી મુકી છે. ગ્રાહકો જે કોલ્સ કે એસએમએસ ઇચ્છતા હોય તેની કેટેગરીમાં રજિસ્ટ્રેશનનાં સાત દિવસ પછી ફેરફાર કરી શકશે. કોણ આ નિયમોનો ભંગ કરે છે તેની પર ટ્રાઈ અને ડૉટ દેખરેખ રાખીને કડક પગલાં લેશે.
ટેલિમાર્કેટર્સને ૧૪૦ નંબર ફાળવવામાં આવ્યો છે જેથી ગ્રાહક આ નંબર જોઈને ફોન રિસીવ કરવો કે નહીં તે નક્કી કરી શકશે. મોબાઈલ પોર્ટેબિલિટીનો લાભ ૨ કરોડથી વધુ લોકોએ લીધો છે અને દરરોજ ૧,૦૦,૦૦૦ વિનંતીઓ આ માટે મળતી હોવાનું જાણવા મળ્યું છે.
  • કોર્મિશયલ એસએમએસ પર પાંચ પૈસા દંડની ટ્રાઈની દરખાસ્ત
  • નિયમોનો ભંગ કરનાર કંપનીને રૂ. ૨.૫ લાખનો દંડ
અનિવાર્ય કિસ્સામાં સર્વિસ પણ રદ કરાશે