Friday, September 30, 2011

નબળી દૃષ્ટિ ધરાવતા પ્રતિસ્પર્ધીઓ માટેના ચેસના નિયમો


ચેસમાં બનો ચેમ્પિયન
જોવામાં તકલીફ પડતી હોય કે દૃષ્ટિ નબળી હોય તેવા ખેલાડીઓ માટે ખાસ પ્રકારની બનાવેલી ચેસ માટેની ઘડિયાળ વાપરી શકાશે. આ ઘડિયાળના ડાયલ ઉપર કાંટાઓ ફીટ કરેલા હશે કે જેમાં દરેક પાંચ મિનિટે એક ડોટ અને દર પંદર મિનિટે બે મોટા ડોટ હોય.
ફ્લેગ કે જે સહેલાઈથી સ્પર્શીને અનુભવી શકાય તેવીકલાકની છેલ્લી પાંચ મિનિટે કાંટાને સાધીને અનુભવી શકે તેવી ફ્લેગ રાખવાની કાળજી રહેશે. આ ઉપરાંત જોવામાં તકલીફ પડતી હોય તેવા ઓછી દૃષ્ટિવાળા ખેલાડી રમતનો સ્કોર બ્રેઈલ લીપિમાં અથવા લોન્ગ હેન્ડ અથવા ટેપરેકોર્ડર પર પોતાની ચાલ નોંધશે.
ચાલ જાહેર કરવામાં બોલવાની ભૂલ થાય ત્યારે પ્રતિસ્પર્ધીની ઘડિયાળ શરૂ થાય તે પહેલાં તરત જ આ ભૂલ સુધારી લેવી જોઈએ.બે ખેલાડીઓના ચેસ બોર્ડ ઉપર જો રમત દરમિયાન જુદી જ પરિસ્થિતિ ઊભી થાય તો નિર્ણાયકની મદદથી તથા બંને ખેલાડીઓ રમતનો સ્કોર લક્ષમાં લઈને સુધારવાનો જ રહેશે.
જો બે રમતના સ્કોર સુધીનો વ્યવહાર એકબીજાની સાથે હોય તો ખેલાડી કે ખરી ચાલ લેખિતમાં હશે. પરંતુ ખોટી ચાલ ચાલી હોય તો તેણે પોતાની પોઝિશન સરખી ગોઠવવી જોઈએ કે જેથી રમતના સ્કોર ઉપર ચાલની સાથેનો વ્યવહાર કરે.
જો અને જ્યારે આવા તફાવત ઊભા થાય અને બે રમતના સ્કોર જુદા જણાય ત્યારે જો બે સ્કોર સરખા જણાય ત્યાં સુધી ચાલને
પીછેહઠ કરી નિર્ણાયકે તે પ્રમાણે ઘડિયાળ ગોઠવવાની રહેશે.
ઓછી દૃષ્ટિવાળા ખેલાડીને મદદનીશનો ઉપયોગ કરવાનો અધિકાર છે. મદદનીશ પ્રતિસ્પર્ધીના ચેસબોર્ડ પર કોઈ એક ખેલાડીની ચાલ ચાલી શકેબંને ખેલાડીઓની ચાલ જાહેર કરેસ્કોર નોંધે અને પ્રતિસ્પર્ધીની ઘડિયાળ ચાલુ કરેઓછી દૃષ્ટિવાળા ખેલાડી જો પૂછે તો ખેલાડીએ ઉપયોગમાં લીધેલો સમય જણાવી શકેજ્યારે સમયમર્યાદા બહાર જાય ત્યારે રમત પર દાવો કરી શકે અને ત્યારે દૃષ્ટિવાળો ખેલાડી મહોરાને હાથ લગાવે તો નિયંત્રકને જાણ કરેજ્યારે રમત બંધ રાખવામાં આવે ત્યારે જરૂરી કાર્યવાહી કરે. જો ઓછી દૃષ્ટિવાળો ખેલાડી મદદનીશનો ઉપયોગ ન કરે તો દૃષ્ટિવાળો ખેલાડી મદદનીશનો ઉપયોગ કરી શકે છે.