Friday, September 30, 2011

માનવયંત્ર એટલે કે રોબોટ


૧૯૪૧માં સાયન્સ ફિક્શન રાઈટર ઈઝાક આસીમોવે રોબોટિક ટેકનોલોજી અને રોબોટ ઈન્ડસ્ટ્રીનું રસપ્રદ વિવરણ કર્યું છે. રોબોટને લઈને તો ત્યારબાદ ઘણા બધા શબ્દો પ્રચલિત બન્યા,જેમ કે રોબોટ રિવોલ્યુશન,રોબોટ એજ અને રોબોટ એરા વગેરે
માનવયંત્રો એટલે કે રોબોટની ઊપજ એ કાંઈ આજની ઉત્પત્તિ નથી. રોબોટ શબ્દનો પ્રયોગ પહેલવહેલો ૧૯૨૦માં ઝેચ લેખક કારેલ કેપેકે તેમના પુસ્તક રોઝમ્સ યુનિવર્સલ રોબોટમાં કર્યો હતો. જેમાં એક વ્યક્તિ એવું યંત્ર બનાવે છેજે મનુષ્યને તેના કામમાં મદદરૂપ થઈ શકે એટલે કે રોબોટ અને પછી આ જ રોબોટ તે વ્યક્તિને મારી નાખે છે. ત્યારબાદ તો આ કથાવસ્તુ પરથી ઘણી ફિલ્મો પણ બની. ૧૯૭૭માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ સ્ટાર વોર્સમાં સી૩પીઓ અને આર૨ડી૨ નામના રોબોટને મનુષ્યોને મદદરૂપ થતા દર્શાવવામાં આવ્યા હતા. મનુષ્ય જેવા દેખાતા રોબોટને એન્ડ્રોઈડ્સ તરીકે ઓળખવામાં આવે છે. ૧૯૪૧માં સાયન્સ ફિક્શન રાઈટર ઈઝાક આસીમોવે રોબોટિક ટેકનોલોજી અને રોબોટ ઈન્ડસ્ટ્રીનું રસપ્રદ વિવરણ કર્યું છે. રોબોટને લઈને તો ત્યારબાદ ઘણા બધા શબ્દો પ્રચલિત બન્યાજેમ કે રોબોટ રિવોલ્યુશનરોબોટ એજ અને રોબોટ એરા વગેરે.
૧૯૫૬માં જ્યોર્જ ડેવિલ અને જોસેફ એન્જેલબર્ગરે વિશ્વની પ્રથમ રોબોટ નિર્માણ કરતી કંપનીની સ્થાપના કરી. તેમણે રોબોટનું ઉત્પાદન મનુષ્યને વિવિધ ફેક્ટરીઓમાં કામ કરવામાં આસાની રહે તે હેતુથી કર્યુ હતું. ૧૯૬૧માં વિશ્વનો પ્રથમ રોબોટ જનરલ મોટર્સની કંપનીમાં કર્મચારી તરીકે નીમવામાં આવ્યો.
૧૯૮૦ના સમયગાળા બાદ તો રોબોટિક ઈન્ડ્સ્ટ્રીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. માઈક્રોઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટરની મદદથી રોબોટિક સાયન્સે અવનવી અને ઝડપી પ્રગતિ સાધી છે.
સોના વિશે જાણવા જેવું
બધી જ ધાતુઓમાં સોનુ એ સૌથી કિંમતી અને મૂલ્યવાન છે. તે ઘણું મોંઘું હોવાછતાં તે જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે.
સોનાનો કેમિકલ સિમ્બોલએયુ’ છેજે લેટિન શબ્દ ઓરમ પરથી ઊતરી આવ્યો છે જેનો અર્થ થાય છે સોનેરી પ્રભાત’.
સોનાને ચકાસવા માટેનો એકમ કેરેટ છે. જોકે પ્રાચીન સમયમાં વહેપારીઓ સોના માટે કેરોબ એકમ વાપરતા હતા.
બાઈબલમાં પણ સોનાનો ઉલ્લેખ જોવા મળે છે.
સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે. એક કેરેટ એટલે બસો મિલીગ્રામ. શુદ્ધ સોનું ૨૪ કેરેટનું હોય છે.
એમ માનવામાં આવે છે કે પૃથ્વીના પેટાળમાં જેટલું સોનું રહેલું છે તેનાથી વધુ સોનું દરિયામાં રહેલું હોય છે. એક અંદાજ અનુસાર વિશ્વમાં જુદા જુદા સમુદ્રોમાં લગભગ ૧૦ કરોડ ટન જેટલું સોનું રહેલું છે.
ઈ.સ. પૂર્વે ૩૫૦૦માં પ્રથમ વાર સોનાનાં આભૂષણોનો ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે.
સોનામાં હંમેશાં થોડા ઘણા અંશે તાંબુ મિક્સ કરવામાં આવતું હોય છે.
બધી જ ધાતુઓમાં સોનું વજનમાં સૌથી હલકી અને એકદમ પાતળી ધાતુ છે.
સોનાને ૨,૦૬૩ ડિગ્રી ફેરનહીટ પર ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે છે અને તેમાંથી શુદ્ધ સોનું છૂટું પાડીને ઘરેણાં તૈયાર કરવામાં આવે છે.
આમ તો સોનાનો પર્યાય મળવો શક્ય જ નથી. છતાં પણ પ્લેટિનમને સોનાની અવેજીમાં વાપરવામાં આવે છે. પ્લેટિનમ વિશ્વની સૌથી મજબૂત ધાતુ છે અને તેનું વજન એક કેરેટ સોના કરતાં ૬૦ ટકા વધુ હોય છે.
આ ધાતુની વિશેષતા એ છે કે તેને વારંવાર પીગળાવી ઉપયોગમાં લઇ શકાય છે અને છતાં તેનું મૂલ્ય સહેજ પણ ઓછું થતું નથી.
સોનાને મળતી જ બીજી ધાતુ પ્લેટેનિમ ઉપલબ્ધ છેપરંતુ ઘરેણાં સિવાય ભાગ્યે જ તેનો ઉપયોગ સોના જેટલો કરવામાં આવે છે.
વાસ્તવિકતામાં સોનું ખૂબ નરમ ધાતુ છે. તેથી તેમાંથી અન્ય ચીજો બનાવવા માટે અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવે છે.
સોનું એવી ધાતુ છે કે જેને કારણે ક્યારેય કોઈપણ પ્રકારની એલર્જી નથી થતી