Sunday, September 25, 2011

પગાર અને જોબ કાપથી ભારત પાછા ફરતા એનઆરઆઈ



નવી દિલ્હીતા.૨૫
અમેરિકા અને યુરોપના દેશો હાલ ડબલ ડીપની ઘેરી મંદીના વમળમાં ફસાયેલા છે અને સમગ્ર વિશ્વ પર બીજી મહાકાય મંદીનાં વાદળો ઘૂમરાઈ રહ્યાં છે ત્યારે તેમાંથી બચવા વિદેશમાં કંપનીઓ કર્મચારીઓની મોટાપાયે છટણી કરી રહી છે અને પગારમાં કાપ મુકી રહી છે. વિદેશોમાં જોબની સ્થિતિ ચિંતાજનક બનવાથી વિદેશ ગયેલા અનેક એનઆરઆઈ વ્યવસાયીઓ ભારત પાછા આવી રહ્યા છે. તેમને ભારતમાં સારા પગારની નોકરીની ઉત્તમ તકો મળે તેવી શક્યતાઓ વધી છે. વિદેશમાં ફેલાયેલી મંદીનો લાભ ઉઠાવવા દેશની કંપનીઓ માટે અનેરી તક સર્જાઈ છે કારણ કે આવી કંપનીઓ હવે સરળતાથી કુશળ કર્મચારીઓની ભરતી કરીને તેમની જાણકારી અને જ્ઞાનનો લાભ મેળવી શકશે.
માયહાયરિંગ ક્લબડોટકોમના અભ્યાસમાં જણાવ્યા મુજબ આ વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં દેશમાં એનઆરઆઈની ભરતીમાં ૧૯ ટકાનો વધારો થવાની સંભાવના છે. ગયા વર્ષે આ જ ગાળામાં તેનું પ્રમાણ ૧૧ ટકા હતું આમ આ વર્ષે તેમાં ૮ ટકાનો વધારો થશે. એપ્રિલથી જૂન ૨૦૧૧માં દેશની કંપનીઓમાં કુલ ભરતીમાં એનઆરઆઈનો હિસ્સો ૨૧ ટકા હતો.·       દેશની કંપનીઓને કુશળ કર્મચારીઓ મેળવવાની સોનેરી તક·       એનઆરઆઈની ભરતીમાં ૮ ટકાનો વધારો થવાની શક્યતા·       આઈટીઓટોમેન્યુફેક્ચરિંગએન્જિનિયરિંગબેન્કિંગફાઇનાન્સ,ઈન્ફ્રાસ્ટ્રકચરટેલિકોમએફએમસીજી. રિટેલમાં મોટાપાયે ભરતીભારતની અકબંધ ગ્રોથ સ્ટોરી અને સારા પગારની ઉચ્ચ હોદ્દા ધરાવતી નોકરીની તકો મળવાથી દેશનું વિદેશ ગયેલું બુદ્ધિધન હવે ભારત પાછું ફરી રહ્યું છે. અનેક ભારતીય કંપનીઓ પ્રતિકૂળ સ્થિતિને કારણે વિદેશમાં તેમની ઓફિસો બંધ કરી રહી છે તેમ અભ્યાસ હાથ ધરનાર કંપનીના સીઈઓ રાજેશ કુમારે જણાવ્યું હતું.
પશ્ચિમના દેશોમાં માત્ર આર્થિક કટોકટીને લીધે જ નહીં પરંતુ સામાજિક તેમજ અન્ય પરિબળો પણ પ્રતિકૂળ બનવાથી ભારતીય બુદ્ધિધન દેશમાં પાછું ફરી રહ્યું છે. સમીક્ષા હેઠળના ગાળામાં જે ક્ષેત્રોમાં સૌથી વધુ એનઆરઆઈની ભરતી થવાની સંભાવના છે તેવાં ક્ષેત્રોમાં આઈટી અને આઈટી સંલગ્ન ક્ષેત્રોઓટોમોબાઈલ્સમેન્યુફેક્ચરિંગ ક્ષેત્રએન્જિનિયરિંગબેન્કિંગ તેમજ ફાઇનાન્સઈન્ફ્રાસ્ટ્રકચરટેલિકોમએફએમસીજી અને રિટેલ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
દેશની ૪૨૯ કંપનીઓ અને ૭૧૦ રિક્રુટમેન્ટ કન્સલટન્ટ્સનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ૨૦૧૨ના ત્રીજા ક્વાર્ટરમાં આઈટી અને આઈટી સંલગ્ન ક્ષેત્રોમાં એનઆરઆઈની ભરતીમાં ૯ ટકાનો વધારો થશે તેવી ધારણા છે. ઓટો અને મેન્યુફેક્ચરિંગ તેમજ એન્જિનિયરિંગમાં એનઆરઆઈની ભરતીમાં ૮ ટકાનો વધારો થશે. જ્યારે બેન્કિંગ અને ફાઇનાન્સમાં ૪ ટકાનો વધારો થશે.