Sunday, September 25, 2011

ટમેટાં ખાઓ અને કેન્સર-હાર્ટના રોગોથી બચો

લંડનતા.૨૫
ટમેટાં અને ટમેટાંમાંથી બનાવેલી ખાદ્ય ચીજો ખાવાથી અનેક અસાધ્ય અને જીવલેણ રોગો મટાડી શકાય છેતેવું તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસ પરથી જાણવા મળે છે. ટમેટાં દુનિયામાં દરેક સ્થળે સરળતાથી મળે છે અને લોકોને પરવડે તેવા સસ્તાં ભાવે મળે છે. તેનો ટેસ્ટ આબાલ વૃદ્ધ સૌને ભાવે તેવો છે અને ખાવામાં ગુણકારી છે તેથી ખોરાકમાં તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. ટમેટાં ખાવાથી કેન્સર અને ઓસ્ટિઓપાયરોસિસ તેમજ હાર્ટને લગતા રોગોથી બચી શકાય છે તેવું અભ્યાસનું તારણ છે.
·       શરીરને તંદુરસ્ત રાખે છે અને જીવલેણ રોગોનું જોખમ ઘટાડે છે
ઈલીનોઈસની ફૂડ ટેકનોલોજીના સંશોધક બ્રિટ બર્ટન અને ફ્રીમેન તેમજ ક્રિસ્ટિન રેઈમર્સના જણાવ્યા મુજબ ખોરાકમાં નિયમિત ટમેટાં ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને અસાધ્ય રોગો સામે રક્ષણ મળે છે. ટમેટાંમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારનાર તત્ત્વ એન્ટિઓક્સિડન્ટ લાયકોપેન ભરપૂર માત્રામાં હોય છે.
અન્ય તાજાં ફળો અને શાકભાજીની સરખામણીમાં ટમેટાંને રાંધવામાં આવે અને વાનગીમાં તેનો પ્રોસેસિંગ કર્યા પછી ઉપયોગ કરાય તો પણ તેમાં લાયકોપેનનાં તત્ત્વો જળવાઈ રહે છે. આ ઉપરાંત તેમાં એન્ટિથ્રોમ્બોટિક અને એન્ટિઈન્ફ્લેમેટરી તત્ત્વો પણ રહેલાં છેજે શરીરની ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવી રાખે છે.
ટમેટાં ખાવાથી કેન્સરના જોખમ સામે રક્ષણ મળે છે તેમજ હૃદયના રોગોથી બચી શકાય છે અને ચામડીના રોગોનું પ્રમાણ ઘટે છે આમ શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાનો તે શ્રેષ્ઠ આહાર છે.