Friday, September 30, 2011

સ્વતંત્ર ભારતના ઘડવૈયા


મહાનુભાવ
૧૫ ઓગસ્ટ એટલે આપણો સ્વાતંત્ર્ય દિન. ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવામાં ઘણાં લડવૈયાઓએ પોતાનું લોહી વહાવ્યું હતું. એમાં મંગલ પાંડે પણ આવી જાયતાત્યા ટોપે પણ આવી જાય અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પણ આવી જાય. આવા તો ઘણાં નામો છે - શહીદ ભગત સિંહચંદ્રશેખર આઝાદસુભાષચંદ્ર બોઝબાળ ગંગાધર તિલક વગેરે વગેરે... આજે આપણે એવી કેટલીક વિભૂતિઓને યાદ કરીએ જેમણે આપણને આઝાદીની ભેટ આપી

ડો. એની બેસન્ટ
ડો. એની બેસન્ટ વિદેશી હતા. ભારત તરફના પ્રેમથી ખેંચાઈને તેઓ ભારત આવ્યા હતા. એની બેસન્ટનો જન્મ ૧ ઓક્ટોબર૧૮૪૭ના રોજ લંડનમાં થયો હતો. ૧૮૯૩માં તેઓ ભારત આવીને વસ્યા હતા. તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી હતા. ન્યુ ઈન્ડિયા નામનું સમાચારપત્ર તેમણે શરૂ કર્યું હતું જેણે આઝાદીની ચળવળમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ૧૯૩૩માં તેઓ મૃત્યુ પામ્યા હતા.
બાલ ગંગાધર તિલક
બાલ ગંગાધર તિલકને આધુનિક ભારતના પિતામહ માનવામાં આવે છે. તેઓ કુશળ રાજકારણી હતા. ગણેશોત્સવને જાહેર તહેવારમાં ફેરવનારા તિલકનો જન્મ ૨૨ જુલાઈ૧૮૫૬ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. અંગ્રેજોની સામે તેમણે વિવિધ ચળવળોમાં ભાગ લીધો હતો. સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે એ સૂત્ર તેમણે આપ્યું હતું. તિલક ૧ ઓગસ્ટ૧૯૨૦ના રોજ મૃત્યુ પામ્યા હતા.
ભુલાભાઈ દેસાઈ
ભુલાભાઈ દેસાઈનો જન્મ ૧૩ ઓક્ટોબર૧૮૭૭ના રોજ વલસાડમાં થયો હતો. વ્યવસાયે તેઓ વકીલ અને રાજકારણી હતા. બ્રિટિશ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને વાચા આપવામાં ભુલાભાઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. અસહકારની ચળવળમાં મહાત્મા ગાંધીસરદાર પટેલની સાથે ભુલાભાઈએ આ સત્યાગ્રહની આગેવાની લીધી હતી. તેઓ ૬ મે૧૯૪૬ના રોજ મૃત્યુ પામ્યા હતા.
ગોપાલકૃષ્ણ ગોખલે
ગોપાલકૃષ્ણ ગોખલેનો જન્મ ૯ મે૧૮૬૬ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. સામાજિક ઉદ્ધારક તરીકે તેમની ગણના કરવામાં આવે છે.
બિપીનચંદ્ર પાલ
આઝાદ ભારતના ઘડવૈયાઓમાં લાલ બાલ પાલની ત્રિપુટી જાણીતી છે. લાલ એટલે લાલા લજપત રાયબાલ એટલે બાલ ગંગાધર તિલક અને પાલ એટલે બિપીન ચંદ્ર પાલ. બિપીન ચંદ્ર પાલ પત્રકારસામાજસુધારકશિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ભારતના લોકોમાં આઝાદીની લહેરખી જગાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. રાજા રામ મોહન રાયકેશવ ચંદ્ર સેનમર્હિષ અરવિંદો ઘોષ અને રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોના સ્વતંત્ર્યતાને લગતા વિચારો અને તેમનાં કાર્યો પાલ જનસમૂહ સુધી પહોંચાડવાનું કામ કરતા હતા. પરિદર્શકન્યુ ઈન્ડિયા,વંદે માતરમ્ જેવાં મુખપત્રો તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. રાજકારણ ક્ષેત્રે સક્રિય રહેનારા એવા પાલ ૨૦ મે૧૯૩૨ના રોજ મૃત્યુ પામ્યા હતા.
બિધાનચંદ્ર રોય
ભારતમાં તબીબી ક્ષેત્રમાં બિધાન ચંદ્ર રોયનું નામ ખૂબ આદર અને માન સાથે લેવામાં આવે છે. અંગ્રેજોની અત્યાચારી અને દમનભરી નીતિ વચ્ચે નર્કાગાર જેવું જીવન જીવી રહેલી ગરીબ પ્રજાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે બી.સી.રોયે તબીબી ક્ષેત્રે ખૂબ સરસ અને નોંધપાત્ર કામ કર્યું હતું. તેમનું માનવું હતું કે જો ભારતને આઝાદી મેળવવી હશે તો લોકોએ માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રહેવું પડશે. ૧ જુલાઈ૧૮૮૨ના રોજ પટનામાં જન્મેલા બિધાન ચંદ્ર રોયને ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. ૧ જુલાઈ૧૯૬૨ના રોજ તેઓ મૃત્યુ પામ્યા હતા.
ચક્રવર્તી રાજગોપાલાચારી
સી. રાજગોપાલાચારી ભારતના પહેલા ગવર્નર જનરલ હતા. ભારતરત્ન રાજગોપાલાચારી સફળ વહીવટકર્તા અને કુશળ રાજકારણી હતા.
મૃત્યુપર્યંત તેઓ રાજકારણ ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. ભારતના બંધારણમાં જરૂરી મૂલ્યોને સૂચવનારા રાજગોપાલાચારીનો જન્મ ૧૦ ડિસેમ્બર૧૮૭૮ના રોજ તમિલનાડુમાં થયો હતો. સત્તામાં ન હોય છતાં પણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખનું વ્હાઈટ હાઉસની મુલાકાત માટે આમંત્રણ મેળવનારા તેઓ પહેલા નાગરિક હતા.૧૯૭૨માં ટૂંકી બીમારી બાદ તેઓ મૃત્યુ પામ્યા હતા.
ચંદ્રશેખર આઝાદ
૨૩ જુલાઈ૧૯૦૬ના રોજ જન્મેલા ચંદ્રશેખરની સાચી અટક તિવારી હતી. પરંતુ આઝાદી માટે અંગ્રેજોની સામે પડનારા અને આંખના કણાંની જેમ ખૂંચનારા ચંદ્રશેખરે આઝાદ શબ્દને જ પોતાની અટક બનાવી દીધી હતી.
ભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદની સ્વરાજ મેળવવાની વિચારધારા સમાન હતી. તેથી જ તેમણે સાથે મળીને આઝાદીની ચળવળને વેગવાન બનાવી હતી.
ઈન્કિલાબ ઝિન્દાબાદનો નારો આપનારા આઝાદ આખરી શ્વાસ સુધી અંગ્રેજો સામે લડતા રહ્યા હતા. તેમણે અંગ્રેજોના હાથમાં નહીં આવવાની કસમ લીધી હતી. એટલે જ જ્યારે એમને લાગ્યું કે હવે અંગ્રેજોની ચુંગાલમાંથી છટકી શકાય એમ નથી ત્યારે તેમણે પોતાની જાતને ગોળી મારીને મોતને વહાલું કર્યું હતું.
દાદાભાઈ નવરોજી
દાદાભાઈ નવરોજીનો જન્મ ૪ સપ્ટેમ્બર૧૮૨૫ના રોજ થયો હતો. દાદાભાઈનું માનવું હતું કે ભારતની નિરક્ષર પ્રજાનો લાભ અંગ્રેજો ઉઠાવી રહ્યા છે. આથી તેમણે ભારતના લોકોને સાક્ષર બનાવવાનું બીડું ઝડપ્યું હતું. સમાજ સુધારક એવા દાદાભાઈ ૯૨ વર્ષની ઉંમરે ૩૦ જૂન૧૯૧૭ના રોજ મૃત્યુ પામ્યા હતા.
ભગતસિંહ 
ત્રેવીસ વર્ષની ઉંમરે માભોમ માટે શહીદી વહોરનારા ભગતસિંહનો જન્મ ૨૭ સપ્ટેમ્બર૧૯૦૭ના રોજ પંજાબના બાંગા નામના ગામમાં થયો હતો. અંગ્રેજોના નાકમાં દમ કરી દેનાર ભગત સિંહને ૨૩ માર્ચ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. તેઓ શહિદે આઝમ તરીકે ઓળખાય છે.
જયપ્રકાશ નારાયણ
આઝાદીની વાત કરીએ અને જય પ્રકાશ નારાયણને ભૂલી જઈએ તો ન ચાલે. જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઓક્ટોબર૧૯૦૨ના રોજ ઉત્તરપ્રદેશમાં થયો હતો. આઝાદીની ચળવળમાં ગાંધીજીની પડખે
રહેનારા નારાયણને
બ્રિટિશ શાસનની નીતિઓ વિરુદ્ધ બોલવા માટે જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો. તેમનું જીવન વિનોબા ભાવેની સર્વોદય ચળવળને સર્મિપત કરનારા નારાયણ સફળ રાજકારણી હતા. લોકસેવક અને લોકનાયકનું બિરુદ મેળવનારા નારાયણ ૮ ઓક્ટોબર૧૯૭૯ના રોજ મૃત્યુ પામ્યા હતા.
રામ મનોહર લોહિયા
રામ મનોહર લોહિયાનો જન્મ ૨૩ માર્ચ૧૯૧૦ના રોજ થયો હતો. તેઓ રાજકારણ ક્ષેત્રે સક્રિય હતા. ઈન્ડિયન નેશનલ કોેંગ્રેસ પક્ષની નવી શાખા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની સ્થાપના કરી હતી. શિક્ષણ ક્ષેત્રે તેમણે મહત્ત્વના ફેરફાર હાથ ધર્યા હતા. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતી હિંદ કિસાન પંચાયતની સ્થાપના તેમણે કરી હતી.
આ ઉપરાંત જવાહરલાલ નહેરુસરદાર વલ્લભભાઈ પટેલવીર સાવરકર,સરોજિની નાયડુવિજ્યા લક્ષ્મી પંડિતઝાંસીની રાણીતાત્યા ટોપેડો. ઝાકિર હુસૈનખાન અબ્દુલ ગફાર ખાનસર્વપલ્લી રાધાક્રિષ્નનરાજેન્દ્રપ્રસાદલાલા લજપતરાય અને લાલ બહાદુર શાસ્ત્રી જેવી ઘણી મહાન વિભૂતિઓનો સમાવેશ થાય છે.
બંકિમચંદ્ર ચેટર્જી
આપણાં રાષ્ટ્રીય ગાન વંદેમાતરમ્ના રચયિતા એટલે બંકિમચંદ્ર ચેટર્જી કે ચટ્ટોપાધ્યાય. ચેટર્જી સાહિત્યકાર હતા. તેમનો જન્મ ૨૬ જૂન૧૮૩૮ના રોજ પ.બંગાળમાં થયો હતો. ભારતની ભૂમિને પ્રેમ કરનારા ચેટર્જી ૮ એપ્રિલ૧૮૯૪ના રોજ મૃત્યુ પામ્યા હતા.
ગાંધી બાપુ
આપણાં સૌના પ્રિય લોકલાડીલા બાપુ એટલે કે ગાંધી બાપુ. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. સમગ્ર ભારતમાં આઝાદીની અહાલેક જગાવવામાં ગાંધીબાપુએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમના વિશે તો જેટલું લખીએ એટલું ઓછું પડે બરાબરને! ગાંધી બાપુ ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ના રોજ મૃત્યુ પામ્યા હતા.