જંગલબુક
વિશ્વમાં પ્રાણીઓની એવી પણ પ્રજાતિઓ છે જેઓ લુપ્ત થઈ ચૂકી છે. એટલે કે હવે તેમનાં નામ જ અસ્તિત્વ ધરાવે છે
ત્રો, આપણે ત્યાં વાઘ, લેમૂર જેવાં ઘણાં પ્રાણીઓ છે જેમની સંખ્યામાં એક સમયે ચિંતાજનક રીતે ઘટાડો નોંધાઈ રહ્યો હતો. તેમને બચાવવા માટે અભિયાન હાથ ધરવું પડયું છે. પણ વિશ્વમાં પ્રાણીઓની એવી પણ પ્રજાતિઓ છે જેઓ લુપ્ત થઈ ચૂકી છે. એટલે કે હવે તેમનાં નામ જ અસ્તિત્વ ધરાવે છે. એ પ્રાણીઓ અસ્તિત્વ નથી ધરાવતાં ડાયનાસોરની જેમ...
ટારાનોસોર રેક્સઃ ૬.૫ કરોડ વર્ષ પહેલાં ટારાનોસોર રેક્સ પૃથ્વી પર થઈ ગયા. અદ્દલ ડાયનાસોર જેવાં... ટારાનોસોર રેક્સ ૪૩.૩ ફૂટ લંબાઈ ધરાવતા હતા અને ૧૬.૬ ફૂટ ઊંચાઈ ધરાવતા હતા. તેમનું વજન લગભગ સાત ટન જેટલું હતું.
કાગાઃ કાગા ઝિબ્રા અને ઘોડાને મળતું આવતું હતું. ૧૮૮૩ની સાલમાં તે લુપ્તપ્રાય થઈ ગયું. આફ્રિકાનાં જાણીતાં પ્રાણીઓમાં તેનો સમાવેશ થતો હતો. તેને શરીરની એક જ તરફ ઝિબ્રા જેવા પટ્ટા હતા. કાગા ખૂબ જ હિંસક હતું. ૧૨ ઓગસ્ટ, ૧૮૮૩ના રોજ એમસ્ટરડેમના આર્ટીસ મગીસ્ટ્રા પ્રાણીસંગ્રહાલય ખાતે છેલ્લું કાગા પણ મૃત્યુ પામ્યું હતું અને આ સાથે જ પૃથ્વી પરથી તેનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું હતું.
ટાસ્માનીઅન ટાઈગરઃ ટાસ્માનીઅન ટાઈગર ૧૯૩૬ની સાલમાં નામશેષ થઈ ગયા. આ સસ્તન પ્રાણી પોતાનાં બચ્ચાંને કોથળીમાં સાથે રાખીને ફરતું. ઓસ્ટ્રેલિયા અને ન્યુ ગિનીમાં તે જોવા મળતું. પ્રમાણમાં સારું એવું હિંસક આ પ્રાણી મનુષ્યોને કારણે અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે અન્ય પ્રાણીઓ સાથેની દુશ્મનીને કારણે તે નામશેષ થઈ ગયું.
સ્ટેલર્સ સી કાઉઃ ૧૭૬૮માં લુપ્તપ્રાય થયેલ આ પ્રાણી સહેજ પણ રક્ષણાત્મક ન હતું. તે ખૂબ જ ભીરુ એટલે કે ડરપોક હતું. ૧૭૪૧માં જ્યોર્જ સ્ટેલર નામના પ્રકૃતિવિદે તેની શોધ કરી હતી. ત્રણ ટન જેટલું વજન આ પ્રાણી ધરાવતું હતું. સીલ અને વ્હેલ જેવાં પ્રાણીઓને મળતું આવતું હતું.
આઈરિશ ડિઅરઃ ડિઅર એટલે હરણ. વિશ્વના સૌથી મોટા હરણમાં આઈરિશ ડિઅરનો સમાવેશ થતો હતો. ૭,૭૦૦ વર્ષ અગાઉ તે નામશેષ થઈ ગયું. આ પ્રાણી યુરેશિયાથી લઈને આયર્લેન્ડ અને લેક બેઈકલ સુધીના પ્રદેશોમાં જોવા મળતું હતું. લગભગ ૧૨ ફૂટ ઊંચાં શિંગડાં ધરાવતું આ હરણ ૯૦ પાઉન્ડ વજન ધરાવતું હતું.
કાસ્પિઅન ટાઈગરઃ વાઘની બધી જ પ્રજાતિઓમાં કાસ્પિઅન ટાઈગર ત્રીજી સૌથી મોટી પ્રજાતિ હતી. ૧૯૭૦માં છેલ્લે આ વાઘ જોવા મળ્યો હતો. ઈરાન, ઈરાક, અફ્ઘાનિસ્તાન, ટર્કી,મોંગોલિયા, ઉઝબેકિસ્તાનમાં આ વાઘ જોવા મળતા હતા.
ઔરોક્સઃ ઈ.સ. ૧૬૨૭ની આસપાસ ઔરક્સ લુપ્તપ્રાય થઈ ગયાનું નોંધાયું છે. આ ઉપરાંત એન્ટિલિઅન કેવ રેટ( ગુફામાં જોવા મળતા ઉંદર), અરેબિઅન ગેઝલ, બાર્બાડોસ રેકૂન જેવાં ઘણાં પ્રાણીઓ છે જે નામશેષ થઈ ચૂક્યાં છે.