Thursday, September 29, 2011

હળદર કેન્સર મટાડવાનો કુદરતી અકસીર ઇલાજ


લંડનતા.૨૯
હળદરમાં કેન્સરનો જીવલેણ રોગ મટાડવાના કુદરતી ગુણો રહેલા છેતેથી આહારમાં લીલી તેમજ સૂકી હળદરનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ તેવું યુસીએલએ જેન્સન કોમ્પ્રીહેન્સીવ કેન્સર સેન્ટરના સંશોધકોએ કરેલા અભ્યાસ પરથી જાણવા મળે છે. આમ જોવા જઈએ તો વર્ષોથી આપણા પૂર્વજો હળદરનો રોગ પ્રતિકારક તેજાના તરીકે ઉપયોગ કરતા આવ્યાં છે. હવે સંશોધન દ્વારા પણ પુરવાર થયું છે કેતેનાંથી કેન્સર જેવા જીવલેણ રોગો પણ મટે છે. હળદર ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગ સામે રક્ષણ આપતી હોવાનું પણ ઘણા લાંબા સમયના પ્રયોગો પરથી પુરવાર થયું છે.
  • મગજ અને ગળાનાં કેન્સર સામે રક્ષણ આપે છે
હળદરમાં રહેલું કરક્યુમિન નામનું તત્ત્વ માનવીની લાળ અને થૂંક વડે શરીરમાં ફેલાતાં કેન્સરના કોષોનો નાશ કરે છે અને મગજ તેમજ ગળાના કેન્સર સામે રક્ષણ આપે છે.
શરીરમાં સોજા આવે અથવા તો એસીડીટી થાય તો તેવા કિસ્સામાં પણ હળદર રાહત આપે છે તેમ જેન્સન કેન્સર સેન્ટરના ડો. મેરિલીન વાંગ જણાવે છે. વાંગ કહે છે કેહળદરમાં રહેલું કરક્યુમિન નામનું તત્ત્વ દર્દીના મોઢામાં અને લાળમાં કેન્સરના કોષોને વધતા અટકાવે છે જેને કારણે દર્દીને મગજ અને ગળાના કેન્સર સામે રક્ષણ મળે છે.
હળદરમાં રહેલું કરક્યુમિન કોઈપણ વ્યક્તિની લાળમાં રહેલા સાયટોકિન્સ સામે પણ રક્ષણ આપે છેતેથી શરીરમાં સોજા આવતા અટકે છે અને બળતરાને અટકાવે છે.