Friday, September 30, 2011

ઝૂલતા રસ્તાની મજા : રોપ વે


સાયન્સ ટોક
પાવાગઢ ગયા હશો અથવા તો કોઈ મેળામાં ગયા હો ત્યાં રોપ વેમાં બેસવાની મજા અચૂક માણી હશે. જમીનથી અધ્ધર હાલક ડોલક થતા આ ઝૂલામાં બેસવાની ખૂબ મજા આવતી હોય છે પછી ભલેને શ્વાસ ઊંચા થઈ જાય. તમને કદાચ એવો વિચાર ચોક્કસ આવતો હશે કે આ રોપ વેની કામગીરી કઈ રીતની હશે? તો ચાલો આજે આ રસપ્રદ બાબત વિશે થોડી મજાની માહિતી મેળવીએ.
રોપ વેને એરિયલ ટ્રામ અથવા તો કેબલ કાર જેવાં નામ પણ આપવામાં આવ્યાં છે. હિલ સ્ટેશન, પહાડી વિસ્તારોમાં સહેલાણીઓને રોપ વે ખૂબ આકર્ષે છે. જ્યાં ચાલવામાં મુશ્કેલી હોય તેવા વિસ્તારોમાં રોપ વેથી જવું ખૂબ સરળ પડે છે. રોપ વેમાં બેસીને આજુબાજુના કુદરતી નજારાને સરસ રીતે નિહાળી શકાય છે. રોપ વે બનાવવા માટે બે મજબૂત ધાતુના તારનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ત્રીજો તાર ગતિશીલ રાખવામાં આવે છે જેની પર બેસવાની કેબિન લટકાવીને તેનો અવરજવર માટે ઉપયોગ કરવામાં આવે છે.આ ત્રીજા તારને રોપ -વે સ્ટેશનમાં લાગેલી એક મોટર વડે ચલાવવામાં આવે છે.
આ રીતના પહેલા એરિયલ ટ્રામને ૧૬૪૪માં બનાવવામાં આવ્યો હતો. જેની ડિઝાઇન એટમ વેબે કરી હતી. જોકે તેણે રોપ વે માટી લાવવા લઇ જવા માટે કર્યો હતો. ત્યાર બાદ ખાણકામના કામમાં રોપ -વેનો બહોળો ઉપયોગ થવા લાગ્યો. અમેરિકાના કેલિર્ફોિનયા તથા નેવાડાની ખાણમાં સામાન તથા લોકોને લાવવા લઈ જવા માટે એરિયલ ટ્રામ વે પદ્ધતિ શરૂ કરી હતી. ૧૯૨૦ પછી અમેરિકા તથા યુરોપમાં મધ્યમ વર્ગનો ઉદય થતા પર્યટન ઉદ્યોગનો વિકાસ થયો તેમાં વધારે સારી સવલતો ઉપલબ્ધ થાય તે માટે રોપ વેનું નિર્માણ કરવામાં આવ્યું. રોપ વેની વિશેષતા એ છે કે તેને વિશ્વનું સૌથી સુરક્ષિત પરિવહન મનાય છે. અત્યાર સુધી વિશ્વમાં રોપ વે સંબંધી દુર્ઘટનાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે. 
રોપવેનાં કેટલાંક રસપ્રદ તથ્યો
કેટલાક રોપ વે ખૂબ નાના તારના હોય છે જે એક  જ વ્યક્તિને અથવા ફક્ત સામાનને જ લઈ જઈ શકે છે જ્યારે કેટલાક રોપ વેની કેબિન એટલી વિશાળ હોય છે કે ઘણા બધા લોકો તેની સફરની મજા માણી  શકે છે.  રોપ વેમાં મોટી ગણાતી વેનોઇસ એક્સપ્રેસ કેબલ કાર ડબલ ડેકર એરિયલ ટ્રામ છે જેની દરેક કેબિનમાં લગભગ ૨૦૦ લોકોનો સમાવેશ થઈ શકે છે. ફ્રાંસના પોતુરિન ગોજર્ન ઉપરથી પસાર થતો આ રોપ વે લગભગ ૨૪૭ ફૂટની ઊંચાઈ પર છે.
જાપાનમાં પણ હોતાકા પર્વત પર ચાલતી શિનહોતાકા રોપ વેની કેબિન પણ ઘણી મોટી છે જેની પ્રત્યેક કેબિન લગભગ ૧૨૧ લોકોને સમાવે છે.
વિશ્વનો સૌથી લાંબા રોપ વેનો રેકોર્ડ સ્વિડનની ૯૬ કિલોમીટર લાંબી ક્રિસ્ટિનબર્ગ- બોલીદેન ટ્રામ વે પાસે હતો જે ૯૪૩થી ૧૯૭ સુધી ચાલી હતી.તેનો તેર કિલોમીટર લાંબો રૂટ આજે પણ નોર્જો એરિયલ ટ્રામ વે તરીકે કાર્યરત છે. જે વિશ્વનો બીજો સૌથી લાંબો રોપ વે છે. ૪૨ કિલોમીટર લાંબો ફોર્સ્બે કોપિંગ લાઇમસ્ટોન અત્યારનો સૌથી લાંબો રોપ વે રૂટ છે.