Thursday, September 29, 2011

Strange Facts- World


સંયુક્ત રાષ્ટ્રની લાઈબ્રેરીને હમારજોલ્ડ લાઈબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે.

બે હજાર કિમી વિસ્તાર આવરતું ગ્રેટ બેરિઅર રીફ પૃથ્વી પરનું સૌથી વિશાળ લિવિંગ સ્ટ્રક્ચર છે.

મુસાફરોથી વ્યસ્ત એરપોર્ટમાં હાર્ટફિલ્ડ-જેક્સન એટલાન્ટા એરપોર્ટ વિશ્વમાં પહેલા નંબરે આવે છે.

દર વર્ષે વિશ્વમાં એક હજાર લોકો વીજળી પડવાને કારણે મૃત્યુ પામે છે.

કિંગ તૂતને તેના મૃત્યુના સિત્તેર દિવસ બાદ દફનાવવામાં આવ્યો હતો.

ભૂગર્ભ રેલ ધરાવતું વિશ્વનું સૌ પ્રથમ શહેર લંડન હતું. તેને ટયુબ તરીકે ઓળખવામાં આવે છે.

દુનિયામાં ૬,૮૦૦ ભાષા છે.

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર શાંઘાઈ છે.

વિશ્વમાં સૌથી યુવાન પોપ અગિયાર વર્ષની ઉંમર ધરાવે છે.

વિશ્વનું સૌથી નાનું યુદ્ધ ૧૮૯૬માં ઈંગ્લેન્ડ અને ઝાંઝીબાર વચ્ચે ખેલાયું હતું.

વિશ્વનાં ૨૫ ટકા જંગલો સાઈબેરિયામાં આવેલાં છે.

સંયુક્ત રાષ્ટ્ર (યુનો)નું વડુમથક અમેરિકા ખાતે આવેલું છે.

ન્યૂ યોર્કના પાર્ક એવન્યુ ખાતે આવેલું ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ વિશ્વનું સૌથી વિશાળ રેલવે સ્ટેશન છે.

ચર્ચમાં વગાડવામાં આવતા સંગીતને ગોસ્પેલ મ્યુઝિક તરીકે ઓળખવામાં આવે છે.

દુનિયામાં ૪૪ ટકા બાળકો ટીવી જોયા બાદ સૂએ છે.

દુનિયામાં ૬,૮૦૦ ભાષા છે.

ઈટાલિયન ભાષામાં સૌથી ઓછા શબ્દો છે.

વિશ્વમાં ૨૦,૦૦૦થી પણ વધુ બ્રાન્ડની બિયર મળે છે.

વિશ્વમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન મલેશિયામાં થાય છે.

ડેટ્રોઈટને એક સમયે મોટર સિટી તરીકે ઓળખવામાં આવતું.

વિશ્વનો બીજા નંબરનો સક્રિય જ્વાળામુખી મોના લાઓ હવાઈમાં આવેલો છે.

મોના લાઓનો અર્થ થાય છે લાંબો પર્વત. આ જ્વાળામુખી ૧૩,૬૭૮ ફૂટની ઊંચાઈ ધરાવે છે.

અમેરિકામાં દરરોજ લગભગ ૭૫ એક૨ પિઝા ખાવામાં આવે છે.

વિશ્વમાં ૨૦,૦૦૦થી પણ વધુ બ્રાન્ડની બિયર મળે છે.

૧,૫૬૦ મીટરની ઊંચાઈ ધરાવતું દાવોસ યુરોપનું સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત શહેર છે.

અમેરિકાના ઓહાયોમાં કોઈ જ કુદરતી રીતે નિર્મિત તળાવો નથી બધાં જ માનવર્સિજત છે.

બાંગ્લાદેશનું ચલણ ટાકા છે.

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર શાંઘાઈ છે.

ચીનના રાશિચક્રમાં ઉંદરનો સમાવેશ થાય છે.

* પહેલી વાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ૧૯૬૭માં ડો. ક્રિસ્ટિઆન બર્નાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટને કારણે દર્દીનું આયુષ્ય ૧૮ દિવસ વધી શક્યું હતું.

* મનુષ્યનું નાક પચાસ હજાર જેટલી સુગંધોને ઓળખી શકવાની ક્ષમતા ધરાવે છે.

* વ્યક્તિ જ્યારે એક ડગલું ભરે છે ત્યારે તેના બસો સ્નાયુઓ હલનચલન પામે છે.

૧૮૪૪માં સિક્કો ઉછાળીને પોર્ટલેન્ડના ઓરેગોનો શહેરનું નામકરણ કરવામાં આવ્યું હતું.

તાંબાનું સૌથી વધુ ઉત્પાદન ચિલીમાં થાય છે.

મહિલાઓને મત આપવાની પહેલ કરનારો પ્રથમ દેશ ન્યૂ ઝિલેન્ડ હતો.

અંગ્રેજી અને સ્પેનિશ બાદ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા તરીકે મેન્ડેરિયન (ચીની)નો સમાવેશ થાય છે.

હેરી પોટર ફેમ લેખિકા જે.કે.રોલિંગ ઈંગ્લેન્ડની રાણી કરતાં પણ વધુ ધનાઢય છે.

દર વર્ષે સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતું શહેર પેરિસ છે. વિશ્વના કોઈ પણ શહેર કરતાં સૌથી વધુ પ્રવાસીઓ પેરિસની મુલાકાત લે છે.