ભારતનું સૌથી ઠંડું સ્થળ
દ્રાસ, લદ્દાખ
દ્રાસ જમ્મુ-કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં આવેલું છે. વિશ્વનાં સૌથી ઠંડાં સ્થળોમાં સાઈબિરીયા બાદ દ્રાસનો નંબર આવે છે.
ભારતમાં સૌથી વધુ વરસાદ
ચેરાપૂંજી
મેઘાલયના શિલોંગથી ૫૬ કિમી દૂર આવેલા ચેરાપૂંજીમાં સૌથી વધુ માત્રામાં વરસાદ પડે છે. દર વર્ષે અહીં ૪૫૦ ઈંચ જેટલો વરસાદ પડે છે.
સૌથી વિશાળ ગ્લેશિયર(હિમનદી)
સિઆચીન ગ્લેશિયર
૭૫.૬ કિમી લંબાઈ અને ૨.૮ કિમી પહોળાઈ ધરાવતી સિઆચીન ગ્લેશિયર કારાકોરમ ઘાટ પાસે આવેલી છે. ભારત અને પાકિસ્તાનની સરહદનું કામ આ ગ્લેશિયર કરે છે.
સૌથી વિશાળ જળધોધ
ચિત્રકૂટ
ચિત્રકૂટ જળધોધ છત્તીસગઢ રાજ્યમાં વિંધ્યાચળની પર્વતશૃંખલામાં આવેલો છે. ઇન્દ્રાવતી નદીનું પાણી આ જળધોધમાંથી વહે છે. ભારતના નાયગ્રા ધોધ તરીકે પણ તેની ગણના કરવામાં આવે છે.
વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્ય
રાજસ્થાન
૩૪૨,૨૩૯ ચોરસ કિમી વિસ્તાર સાથે રાજસ્થાન વિસ્તારની દૃષ્ટિએ ભારતનું સૌથી વિશાળ રાજ્ય છે..
વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનું રાજ્ય
ગોવા
૩૭૦૨ ચોરસ કિમી વિસ્તાર આવરતું ગોવા ભારતનું સૌથી નાનું રાજ્ય છે.
સૌથી વધુ જિલ્લા ધરાવતું રાજ્ય
ઉત્તર પ્રદેશ
ઉત્તરપ્રદેશમાં ૭૦ જિલ્લા આવેલા છે.
વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો
માહે
કેરળમાં આવેલો માહે ૯ ચોરસ કિમી વિસ્તાર સાથે ભારતનો સૌથી નાનો જિલ્લો છે.
વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો
કચ્છ
૪૫,૬૫૨ ચોરસ કિમી વિસ્તાર આવરતો કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે.
વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ
લક્ષદ્વીપ
૩૨ ચોરસ કિમી વિસ્તાર આવરતો લક્ષદ્વીપ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે.
વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ
આંદામાન અને નિકોબાર
૮,૨૪૯ ચોરસ કિમી વિસ્તાર આવરતો આ ટાપુ ભારતનો સૌથી વિશાળ કેન્દ્રશાસિત પ્રદેશ છે. અહીં ૫૭૨ ટાપુઓનો સમૂહ આવેલો છે.