રિયાધ : તા.૨૫
સાઉદી અરબના રાજા અબ્દુલ્લાહે આજે મહિલાઓને મતાધિકાર આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત ગલ્ફ રાજાશાહીની એકમાત્ર જાહેર ચૂંટણીઓ મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાગ લેવાની પણ તેઓને મંજૂરી અપાઇ છે. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ મ્યુનિસિપલ ચુંટણીમાં ભાગ લઇ શકશે તથા મત પણ આપી શકશે. સાઉદી અરબમાં પ્રત્યેક ચાર વર્ષે મ્યુનિસિપાલિટીની ચૂંટણી યોજાય છે. મ્યુનિસિપાલિટીની આગામી ચૂંટણી ગુરુવારે યોજાવાની છે ત્યારે જ અબ્દુલ્લાની જાહેરાત ઘણી જ સૂચક છે. તેમણે કહ્યું હતું કે મહિલાઓ હવે શુરા કાઉન્સિલમાં સભ્ય તરીકે ભાગ લઇ શકશે તેવો તેમણે નિર્ણય કર્યો હતો.