Friday, September 30, 2011

રાષ્ટ્રધ્વજ કોઈ પણ દિવસે ફરકાવી શકાય છે એવું કેમ?


તબાળમિત્રોતમે એ વિગતો તો વાંચી જ હશે કેઆપણો રાષ્ટ્રધ્વજ પહેલી વાર ક્યાંકઈ રીતે ફરકાવવામાં આવ્યો હતો? એટલે તેના ઇતિહાસમાં ન જતા આજે આપણે થોડી અલગ પ્રકારની માહિતી મેળવીએ. તમને ખબર છે કે પહેલાં આપણે ફક્ત ચોક્કસ દિવસોએ જ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા હતાજ્યારે અત્યારના સમયે બધા જ ભારતીયો કોઈ પણ દિવસે રાષ્ટ્રધ્વજ યોગ્ય સન્માન સાથે ફરકાવી શકાય છે.
આની પાછળ ખૂબ જ રસપ્રદ બાબત રહેલી છે ને તમને જાણવી ગમશે જ...વાત એવી  છે કે,દેશના ખૂબ જ જાણીતા ઉદ્યોગપતિ નવીન જિંદાલે ૨૦૦૨માં પોતાના કાર્યસ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. અને આ બાબત માટે તેમને કહેવામાં આવ્યું કેઆ તેમણે યોગ્ય નથી કર્યુંઆવી રીતે ધ્વજ ફરકાવવા માટે તેમની પર કાનૂની પગલાં લેવાઈ શકે છે. નવીન જિંદાલની વિરુદ્ધમાં અદાલતમાં એક અરજી દાખલ કરવામાં આવી. એટલે  સર્વોચ્ચ અદાલતે દેશની સરકારને કહ્યું કે આ મુદ્દે વિચાર કરવા એક કમિટીની નિમણૂક કરવામાં આવે. એટલે કમિટી દ્વારા બંધારણમાં આ મુદે સંશોધન કરવામાં આવ્યું અને એવું જાહેર કરવામાં આવ્યું કે બધા જ ભારતીયો કોઈ પણ દિવસે યોગ્ય સન્માન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. એટલે જ મિત્રો આજે આપણે કોઈ પણ દિવસે તિરંગો લહેરાવી શકીએ છીએ.
એ જ રીતે ૨૦૦૫ પહેલાં આપણે આપણા રાષ્ટ્રધ્વજને ગણવેશ અથવા તો વસ્ત્રોમાં વાપરી શકતા ન હતાપરંતુ ૨૦૦૫માં થયેલા બંધારણીય સંશોધનને આધારે આ અધિકાર પણ ભારતીય નાગરિકોને મળ્યો. જોકે વસ્ત્રોમાં કે ગણવેશમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરતી વખતે એ ધ્યાન રાખવાનું રહે છે કેરાષ્ટ્રધ્વજ કમરની નીચેના ભાગમાં ન હોય. વળી રાષ્ટ્રધ્વજ એ રીતે ન પહેરાવવો જોઈએ કે તેનું સન્માન ન જળવાય.
રાષ્ટધ્વજ સાથે જોડાયેલાં કેટલાંક તથ્યો મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમોસાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતગમતના અવસરો પર સામાન્ય જનતા કાગળના બનાવેલા તિરંગાને ફરકાવી શકે છે,પરંતુ સમારંભ બાદ તેને જમીન પર ફેંકવા તે રાષ્ટ્રધ્વજનું અપમાન છે. જો તમે પણ આમ કરતા હો તો તમારી ભૂલ સુધારી લેજો. તમે જો આ રીતે રાષ્ટ્રધ્વજ જમીન પર પડેલો જુઓ તો અચ્છા બચ્ચા બનીને જમીન પરથી તિરંગાને
ઉઠાવી લેજો.
***
આઝાદ ભારતની પહેલી ટપાલટિકિટ તિરંગાની જ હતી.
તમે આજે જે તિરંગો જુઓ છો તે આપણા તિરંગાને ૨૨ જૂલાઈ ૧૯૪૭ના રોજ બંધારણ સભાએ સ્વીકાર્યો હતો ત્યાર બાદ સ્વતંત્રતા દિવસ પર એટલે કે ૧૫ ઓગસ્ટટ ૧૯૪૭ના રોજ તેને શાન અને સન્માન સાથે ફરકાવવામાં આવ્યો હતો.
***
આપણા ધ્વજની ડિઝાઇન ભારતીય કોંગ્રેસના એ સ્વરાજના ઝંડા પર આધારિત છે જેને પિંગલી વૈંકેયાએ ડિઝાઇન કર્યો હતો.
***
ઈ.સ ૨૦૦૨માં ફ્લેગ ઇન્ડિયા કોડ લાગુ કરવામાં આવ્યો જેમાં તિરંગા સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો.આ સમય પહેલાં રાષ્ટ્રીય દિવસને બાદ કરતા સામાન્ય જનતા કોઈ સાર્વજનિક સ્થળે ઝંડો ફરકાવી શકતી ન હતીફક્ત સરકારી કાર્યાલયો પર જ ઝંડો લહેરાતો રહેતો હતો.