
ભારતીય નૌસેના દેશની સુરક્ષા માટે વિવિધ સરંજામ અને યંત્રોથી સજ્જ બની રહી છે. નૌસેના પાસે વિવિધ યુદ્ધ વિમાનો, જહાજો,હેલિકોપ્ટર વગેરે છે. જે દેશની સુરક્ષા માટે સતત કાર્યરત રહે છે. એવી જ રીતે દરિયાઈ સીમામાં સુરક્ષા માટે બીજું મહત્ત્વનું શસ્ત્ર છે સબમરીન. ભારતીય નૌસેના પાસે સિંધુઘોષ ક્લાસ અને શિશુમાર ક્લાસ એમ બે પ્રકારની સબમરીન છે. સિંધુઘોષ ક્લાસમાં સિંધુકોષ, સિંધુધ્વજ,સિંધુરાજ, સિંધુવીર, સિંધુરત્ન, સિંધુકેસરી, સિંધુર્કીિત, સિંધુવિજય, સિંધુરક્ષક અને સિંધુશસ્ત્ર એમ દસ સબમરીનનો સમાવેશ થાય છે જ્યારે શિશુમાર ક્લાસમાં શિશુમાર, શંકુશ,શાલ્કી અને શાંકુલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતીય નૌસેના પાસે અકુલા ક્લાસ, અરિહન્ત ક્લાસ,ર્સ્કોિપઅન ક્લાસ સબમરીન નિર્માણ હેઠળ છે. આજે વાત કરીએ સિંધુઘોષ ક્લાસની...
સિંધુઘોષ સબમરીનનું નામકરણ સંસ્કૃત ભાષાના આધારે કરવામાં આવ્યું છે. આ સબમરીન ૩૦૦૦ ટન જથ્થાને સ્થળાંતરિત કરવાની ક્ષમતા ધરાવે છે. ૧૮ નોટની ઝડપ ધરાવતી ૩૦૦ મીટરની ઊંડાઈ ધરાવે છે. ૧૯૮૬માં પહેલીવાર તેને કાર્યરત કરવામાં આવી હતી. સિંધુઘોષ ૭૨.૬ મીટર લંબાઈ ધરાવે છે તેમજ ૨૨૦ કિમી અંતર સુધી મિસાઈલ તાકવાની ક્ષમતા ધરાવે છે.