Tuesday, September 27, 2011

દૂધ વગરની ચા પીઓ, વજન ઘટાડો


લંડનતા.૨૬
જો તમે વજન ઘટાડવાનું ઇચ્છતા હોય તો દૂધ વગરની ચા પીવાનું ચાલુ કરોતેમ તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે. વૈજ્ઞાાનિકોેએ શોધી કાઢયું છે કે,ચામાં ચરબીનું પ્રમાણ ઘટાડી શકે તેવાં તત્ત્વોનું પ્રમાણ અતિશય હોય છેપરંતુ ગાયના દૂધમાં મળતાં પ્રોટીનને કારણે ચરબી ઘટાડવાની અસર ઘટી જાય છે. આથી જો દૂધ ચામાં ઉમેરવામાં આવે તો તેનાથી વજન વધી શકે છે.
નવા સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કેથીઆફ્લાવિન્સ અને થીઅરુબિગિન્સ જેવાં તત્ત્વો સ્થૂળતાને અટકાવે છે અને હાઇ ફેટ ડાઇટ પર રહેલા ઉંદરોને તે આપીને તેની અસર જોવામાં આવી હતી. સંશોધકો એમ માને છે કેબ્રિટનમાં ચાનું પ્રમાણ વધુ હોવા છતાં ત્યાંના લોકોમાં તેની અસર દેખાતી નથી.
  • એક સર્વેમાં કરાયેલું સંશોધન
ટી રિસર્ચ એસોસિયેશનના એક વૈજ્ઞાનિક દેવજિત બોર્થાકુરે જણાવ્યું હતું કે, "જ્યારે દૂધ ભેળવીને ચા પીવામાં આવે ત્યારે થીઆફ્લાવિન્સ અને થીઅરૃબિગિન્સ દૂધના પ્રોટીન સાથે કોમ્પલેક્સિઝનું નિર્માણ કરે છે અને તે સ્થૂળતા તરફ દોરી જાય છે. આનો મતલબ એમ થયો કે દૂધના પ્રોટીનમાંથી નહિ પરંતુ આ તત્ત્વોને કારણે લાભ મળતો નથી. આથી જ દૂધ વગરની ચા પીવાની કાયમ સલાહ આપવામાં આવે છે."
જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કેચાનાં પાંદડાંનાં તત્ત્વોને કારણે ચરબીનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળી શકે છે.