નવી દિલ્હી : તા. 23, સપ્ટેમ્બર
સરકારે પૂર્વોત્તરમાં સૈન્ય ક્ષમતાઓ મજબૂત કરતા પર્વતીય યુદ્ધ માટે લશ્કરમાં 290 કિલોમીટર સુધી લક્ષ્યને ભેદવાની ક્ષમતા ધરાવતી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે પૂર્વોત્તરમાં સૈન્ય ક્ષમતાઓ મજબૂત કરતા પર્વતીય યુદ્ધ માટે લશ્કરમાં 290 કિલોમીટર સુધી લક્ષ્યને ભેદવાની ક્ષમતા ધરાવતી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
સુરક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યુ કે મંત્રાલયની ટોચના નિગમ સુરક્ષા અધિગ્રહણ પરિષદ (ડીએસી)ની તેની મંજૂરીથી લશ્કરમાં ચોથી મિસાઈલ રેજીમેન્ટ સામેલ કરવાનો માર્ગ મોકળો બનશે.
તાજેતરમાં સુરક્ષા મંત્રીની અધ્યક્ષતામાં ડીએસીની બેઠકમાં બ્રહ્મોસની બ્લોક 3 સિસ્ટમને રેજીમેન્ટમાં સામેલ કરવાને મંજૂરી આપવામાં આવી. આ ક્રૂઝ મિસાઈલ પર્વતોની પાછળ છૂપાયેલા ઠેકાણાઓને પણ ભેદી શકે છે.
ભારતીય લશ્કરમાં કુલ ત્રણ રેજીમેન્ટ સામેલ થઈ ચૂકી છે જેમાં બે બ્લોક 2 પ્રકારની છે. તે ભવનો વચ્ચે શત્રુ ભવનને નિશાન બનાવી શકે છે. ચીન દ્વારા પોતાના ક્ષેત્રમાં વ્યાપક સૈન્ય તૈયારીની પૃષ્ઠભૂમિમાં ભારતે પણ પૂર્વોત્તરમાં પોતાની તૈયારીમાં સુધારા કરવા માટે ઘણા પગલાભર્યા છે. જે હેઠળ અસમમાં તેજપુર અને છાબુઆમાં સુખોઈ 30 એમકેઆઈ યુદ્ધ જેટ વિમાનની તૈનાતી તથા અરૂણાચલ પ્રદેશ તથા આજુબાજુના વિસ્તારોમાં તૈનાતી માટે પર્વતીય ડિવીઝન તૈયાર કરવા.