Monday, September 26, 2011

ઇલેક્ટ્રિક સાધનોનો બોડીગાર્ડ ફ્યૂ


સાયન્સ ટોક
બાળમિત્રોતમારી ટોળકીમાં કોઈ ફ્રેન્ડ થાકી ગયા હોય કે ઉદાસ હોય તો તમે એને ખીજવતા હો છો ને કે ‘આનો તો ફ્યૂઝ જ ઊડી ગયો લાગે છે!’ અથવા તો ઘરમાં લાઇટ જાય ત્યારે પણ પહેલું કારણ જે સામે આવે છે તે કયું આવે છેતો એ હોય છે ફયૂઝ ઊડી જવાનું.તમને ક્યારેય થાય છે ખરું કે યાર આ ફ્યૂઝ ઊડી જવો એ કઇ બલા છેતો આજે સરસ રીતે સમજી લો કે આ ઇલેક્ટ્રિક ફ્યૂઝ કઇ કરામત છે વીજળીનો ફ્યૂઝ એવું સાધન છે જેમાં આવતા કરંટનું દબાણ વધી જતા તે ઇલેક્ટ્રિક સર્કીટને તોડી નાખે છે. કરંટ ક્યાં તો અતિશય વધી જાય અથવા તો ઓછો થઈ જાય ત્યારે ફ્યુઝ ઊડી જતો હોય છે. ઇલેક્ટ્રિક ફ્યૂઝ તારનો એવો ટુકડો હોય છે જે ઓગળવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે. સામાન્ય રીતે તે ટીન અને લેડની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. ફ્યૂઝનો તાર હોલ્ડરમાં લગાવવામાં આવે છે. ફ્યૂઝ હોલ્ડર પોર્સીલેન કે એબોનાઇટમાંથી બનાવાય છે.
ફ્યૂઝ કેવી રીતે કામ કરે છે તેનું કુતૂહલ થતું હોય તો જાણી લો કેકોઈ પણ ઇલેક્ટ્રિક સર્કીટમાં ફ્યૂઝ એક સુરક્ષાના સાધન તરીકે કામ કરે છે. જ્યારે કરંટ ર્સિકટની વચ્ચેથી પસાર થાય ત્યારે કરંટનું પ્રમાણ વધી જાય તો ફ્યૂઝ ઓગળીને ર્સિકટને તોડી નાંખે છે. એટલે તે અસરકારક રીતે ઘરનાં ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાનથી બચાવી લે છે. શોર્ટ ર્સિકટ ત્યારે થાય છે જ્યારે બે તાર ભેગા થઈ જાય છે. બે તાર ભેગા થવાથી વધારે પ્રમાણમાં કરંટ પસાર થવા લાગે તો આગ પણ લાગી શકે છે. જ્યારે કોઈ સિંગલ ર્સિકટમાં વધારેપડતા ઇલેક્ટ્રિક ઉપકરણ લગાવી દેવામાં આવે ત્યારે આવું ખાસ થાય છે.
પ્લગ ફ્યૂઝ તથા કાર્ટરિજ ફ્યૂઝ- એમ બે પ્રકારના ફ્યૂઝ હોય છે. પ્લગ ફ્યૂઝને સોકેટમાં સ્ક્રૂથી લગાવવામાં આવે છે. આ ફ્યૂઝનો ઉપયોગ મોટા ભાગે ઘરમાં થતો હોય છે. કાર્ટરિજ ફ્યૂઝને સ્પ્રિંગ લોડેડ બ્રેકેટ્સમાં લગાવવામાં આવે છે. કોઈ પણ ફ્યૂઝમાંથી પસાર થતો ઊંચો સુરક્ષિત કરંટ ફ્યૂઝ રેટિંગ કહેવાય છે. આ રેટિંગ કેટલાક મિલી એમ્પિયરથી માંડીને ૫૦ એમ્પિયર સુધીનો કે તેથી વધારેનો હોઈ શકે છે. ઓછા રેટિંગવાળા ફ્યૂઝ પાતળા તારના બનેલા હોય છે જ્યારે હાઇ રેટિંગવાળા ફ્યૂઝ જાડા તાર કે પટ્ટીઓના બને છે.
હાકોઈ પણ ફયૂઝનું રેટિંગ તેની લંબાઇ પરથી નક્કી નથી થતુંપરંતુ તેના તારની જાડાઈ પર જ નિર્ભર હોય છે. એટલે ફ્યૂઝ લગાવતી વખતે ધ્યાન રાખવું કે ક્યારેય નીચી રેટિંગવાળી ર્સિકટમાં હાઈ રેટિંગવાળો ફ્યૂઝ ન લગાવવો જોઈએતે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે. તેના લીધે ર્સિકટમાં ઘણો વીજપ્રવાહ આવી જાય છે જે વીજ ઉપકરણને બાળી નાંખે છે કે અન્ય કોઈ નુકસાન પહોંચાડે છે. ફ્યૂઝને એ રીતે સેટ કરવામાં આવ્યો હોય છે કે તેનું જોડાણ ઉપકરણો વાપરવાનાં છે તેની સાથે કરવામાં આવેલું હોય છે. જો એનું રેટિંગ ઓછું હશે તો સ્વિચ પાડતા વીજપ્રવાહ તો વહેવા માંડશેપરંતુ વીજપ્રવાહનું પ્રમાણ વધી જતા ફ્યૂઝ ગરમ થઈને પીગળી જશે અને ર્સિકટ તૂટી જશે. પળવારમાં બનતી આ સમગ્ર ઘટનાને આપણે ફ્યૂઝ ઊડી ગયો એમ કહીએ છીએ.