| |
 દિશા તમને નીલો સમુદ્ર જોવો ગમતો હોય, તેની થપાટોને સહન કરવાની તૈયારી હોય અને કન્સ્ટ્રક્શનના ક્ષેત્રને તમે તમારા ભવિષ્ય તરીકે જોતા હો તો મરીન એન્જિનિયરિંગનો કોર્સ તમારા માટે જ છે. આ ક્ષેત્ર ઘણું પડકાર ભર્યું છે સાથે તેટલાં જ રોમાંચનો અનુભવ પણ કરાવે છે. સમુદ્રની વિશાળતા અને તેની ચંચળતા દરેકનું મન મોહી લે છે. જો તમે ઈચ્છો તો સમુદ્રની આ જ લહેરો પર કારકિર્દીને આકાર આપી શકો છો.
ભારતમાં સરકારી તથા ખાનગી કંપનીઓ દ્વારા તમામ પોર્ટનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સુવિકસિત પોર્ટને લીધે આયાત-નિકાસ ઉદ્યોગને બળ મળે છે. સાથે શિપિંગ ઉદ્યોગને પણ અનેકઘણાં ફાયદા થયા છે. માલસામાનના સુરક્ષીત વહન માટે ઉચ્ચ ટેકનોલોજીથી બનેલા વહાણની જરૂર પડે છે, તેથી તેના નિર્માણ માટે બહોળા પ્રમાણમાં મરીન એન્જિનિયરની જરૂર પડે છે. ભારતમાં શિપિંગ ઉદ્યોગના ઝડપથી થઈ રહેલાં વિકાસને જોતાં મરીન ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાઓ માટે તકમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. પોર્ટની ક્ષમતા વધવાની સાથે તેની સાથે જોડાયેલી નોકરીઓના દ્વાર પણ ખુલ્યા છે.
કાર્યક્ષેત્ર મરીન એન્જિનિયરનું કાર્યક્ષેત્ર ખુબ જ વિસ્તૃત અને જોખમભર્યું છે. તેઓ પોતાના બહોળા જ્ઞાન અને ક્ષમતાઓનો પ્રયોગ કરીને સંકટની ક્ષણે ઉત્તમ ઉપાય શોધે છે. જોકે તેમનું મુખ્ય કામ પાણી પર ચાલતાં (તરતાં) વહાણોના નિર્માણ અને સારસંભાળ સાથે સંકળાયેલું છે. મરીન એન્જિનિયરિંગ વહાણના નિર્માણમાં ઉપયોગી દરેક સામગ્રીની દેખરેખ રાખે છે. સાથે વહાણની જાળવણીનું ધ્યાન પણ મરીન એન્જિનિયર રાખે છે. તે સંપૂર્ણ પણે એન્જિન તથા ત્યાં કામ કરનારા કર્મચારી દળના ઈન્ચાર્જ પણ હોય છે.
તે QUANT (એટલે કે QUANTITATIVE SKILLS)જો તમે મરીન એન્જિનિયરિંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગતા હો તો બારમું ધોરણ ભૌતિક વિજ્ઞાન (ફિઝિક્સ), રસાયણ વિજ્ઞાન (કેમેસ્ટ્રી) અને ગણિત વિષય સાથે પાસ કરવું જરૂરી છે. જો તમે બારમા ધોરણમાં જીવવિજ્ઞાનનો વિષય લીધો હોય તો તે તમારી વિશેષ યોગ્યતા માનવામાં આવે છે. આ સિવાય મરીન એન્જિનિયરિંગના કોર્સમાં પ્રવેશ મેળવવા માટે શારીરિક રીતે સ્વસ્થ હોવું પણ જરૂરી છે. તમારી ઊંચાઈ ઓછામાં ઓછી ૧૫૦ સેમી તથા તેને જ અનુરૂપ વજન પણ હોવું જોઈએ. છાતી સામાન્ય સ્થિતિમાં જેટલી હોય તેનાથી પાંચ સેમી વધારે ફૂલવી જોઈએ.
પ્રશિક્ષણ મરીન એન્જિનિયરિંગનો કોર્સ કરનારા વિદ્યાર્થીઓને બોઈલર, ઈન્ટરનલ કંબસ્યન એન્જિન, બોયલર કેમેસ્ટ્રી, એડવાનસ્ડ હાઈડ્રોલિક્સ, પાવર પ્લાન્ટ ઓપરેશન્સ, શિપ ઓપરેશન તથા મેનેજમેન્ટ જેવા વિષયો અંગેનું ઊંડાણ પૂર્ણ પ્રશિક્ષણ અને તે અંગેની જાણકારી આપવામાં આવે છે.
ઓશિયન થર્મલ એનર્જી, મેગ્નેટો હાઈડ્રોડાઈનેમિક્સ અને ન્યૂક્લિયર પ્રોપલ્શન પાર્ટ્સ જેવા નવા ઊભરતા ક્ષેત્રોનો વર્તમાન અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ડબલ હલ ટેન્કર્સ, એડવાન્સ મટીરિયલ સાયન્સ, સરફેસ એન્જિનિયરિંગ, રિન્યુએબલ એનર્જી અને રિસોર્સ એપ્લિકેશન પણ ભણાવવામાં આવે છે. જેના અંતર્ગત જહાજ બનાવતી ફેક્ટરી તથા પાણી પર તરતા જહાજમાં જ પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે.
સંસ્થાઓ * ગુજરાત ટેક્નોલોજિકલ યુનિ., અમદાવાદ
* શાંતિલાલ એન્જિ. કોલેજ, ભાવનગર
* ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મરીન એન્જિનિયરિંગ
(આઈટીએમઈ), કોલકાતા.
* ઈન્ડિયન મેરિટાઈમ યુનિર્વિસટી (આઈએમયુ), ચેન્નઈ.
* ઈન્ટરનેશનલ મેરિટાઈમ એકેડમી (આઈએમએ), ચેન્નઈ.
* સમુદ્ર ઈન્સ્ટિટયૂટ ઓફ મેરિટાઈમ સ્ટડીઝ, મુંબઈ. |
|