Wednesday, September 21, 2011

દરરોજ કોફી પીવાથી બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ઘટે છે


લંડનતા.૧૯
દરરોજ ત્રણથી ચાર કપ કોફી પીવાથી બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ઘટે છે તેવું તાજેતરમાં હાથ ધરવામાં અભ્યાસનાં તારણો પરથી જાણવા મળે છે. જો કોફીનું નિયમિત સેવન કરવામાં આવે તો તેને કારણે શરીરમાં લોહી જામ થતું અટકે છે અને બ્રેઈન સ્ટ્રોકનાં જોખમમાં ૧૭ ટકાનો ઘટાડો થાય છે.
વૈજ્ઞાનિકો દ્વારા જુદા જુદા આઠ અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના અભ્યાસનું તારણ એવું હતું કેકોફીમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વોને કારણે મગજમાં લોહી જામ થતું અટકે છે અને કોલેસ્ટરોલનું પ્રમાણ પણ ઘટે છે.
  • ૩થી ૪ કપ કોફી પીવાથી લોહી જામ થતું અટકે છે
વૈજ્ઞાનિકોએ છેલ્લાં ૪૫ વર્ષમાં કરવામાં આવેલા આઠ અભ્યાસનું વિશ્લેષણ કર્યું હતુંજેમાં એવું જણાઈ આવ્યું હતું કેકોફીમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વો બ્રેઈન સ્ટ્રોક સામે રક્ષણ મેળવવા અસરકારક પુરવાર થાય છે.
સંશોધકોના જણાવ્યા મુજબ જે લોકો દરરોજ બે કપ કોફી પીવે છે તેમનાં મગજમાં લોહીના ગઠ્ઠા જામ થવાનાં જોખમમાં ૧૪ ટકાનો ઘટાડો થાય છે. કેફીનના બંધાણીઓ કે જેઓ દરરોજ છ કે તેથી વધારે કપ કોફી પીવે છે તેમનાં મગજનાં લોહી જામ થવાની શક્યતામાં ૭ ટકાનો ઘટાડો થાય છે. જોકેસ્વિડિશ સંશોધકોનો મત થોડો જુદો છે. તેમના જણાવ્યા પ્રમાણે કોફી પીવાના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે.