Wednesday, September 21, 2011

આઈટી જાયન્ટ ઇન્ફોસિસની ૫૦ ટકા લોકલ સ્ટાફને રાખવાની યોજના


બેંગ્લોરતા. ૧૫
આઈટી જાયન્ટ ઇન્ફોસિસ ટેક્નોલોજીએ ૫૦ ટકા સ્થાનિક અથવા તો લોકલ સ્ટાફને વિદેશમાં રાખવાની યોજના તૈયાર કરી દીધી છેઆનો મતલબ એ થયો કે વિદેશમાં પણ સ્થાનિક લોકોને ફાયદો થશે. ઈન્ફોસીસમાં આગામી વર્ષની શરૂઆત સુધીમાં ઓનસાઈટ લોકેશનમાં તેના કર્મચારી પૈકી ૫૦ ટકા કર્મચારી સ્થાનિક નિવાસી રહેશે.
  • ઇન્ફોસિસ કંપની વિઝાના વિવાદને લઈને હાલ વિવાદના ઘેરામાં  છે
ઇન્ફોસિસ હાલમાં ૨૭,૦૦૦ કર્મચારી ધરાવે છે જે ઓનસાઇટ કર્મચારી છેજે પૈકી આશરે ત્રીજા ભાગના હાલમાં સ્થાનિક રીતે ભરતી કરાયેલાં લોકો છે. ઓગસ્ટમાં યોજાયેલી એક મિટિંગમાં ઇન્ફોસિસે એવો મત વ્યક્ત કર્યો હતો કે વર્ષ ૨૦૧૨-૧૩ સુધી કંપની ૫૦ ટકાના ટાર્ગેટને પહોંચી જશેઆ ઘટનાક્રમ અંગે માહિતી સાથે પૂછવામાં આવતા જો કે કંપનીએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. પશ્ચિમમાં ઊંચા બેરોજગારીના દરને ધ્યાનમાં લઈને ભારતીય આઈટી આઉટર્સોિંસગ પર ભારે દબાણ છે. ઇન્ફોસિસના ૨૭,૦૦૦ ઓનસાઇટ કર્મચારીઓ પૈકી બે તૃતિયાંશ અમેરિકામાં છે અને બાકીના બ્રિટન અને અન્ય જગ્યા ઉપર છે.યુરોપચીન અને પશ્ચિમ એશિયામાં પણ કર્મચારીઓ છે. એકંદરે કંપની ૧.૩ લાખ કર્મચારીઓ ધરાવે છે. ઇન્ફોસિસ કંપની વિઝાના વિવાદને લઈને હાલ વિવાદના ઘેરામાં રહી છે. આ કંપનીના એક અમેરિકી કર્મચારીએ કંપની સામે દાવો માંડીને કહ્યું હતું કે બિઝનેસ વિઝિટર વિઝા પ્રોગ્રામ (બી-૧) વિઝાના દુરુપયોગનો મામલો વધી રહ્યો છે. એચ૧-બી વિઝા લાંબાગાળાનાં કામ માટે યોગ્ય વિઝા છે. સ્થાનિક લોકોને ભરતી કરવા માટે અન્ય કારણો પણ રહેલાં છે. હાલમાં ઇન્ફોસિસે અંતિમ કવાયત હાથ ધરી છે.