Monday, September 19, 2011

તંદુરસ્તી જાળવવા જવ-સોયાબીન-ગ્રીન ટી અને ઇસબગૂલ ખાઓ


લંડનતા.૧૭
જો દરરોજ ખોરાકમાં જવ અને જવની કુસ્કી કે જવનો લોટ  ખાવામાં આવે તો તેનાથી શારીરિક તંદુરસ્તી જાળવી શકાશે અને ચુસ્તી તેમજ સ્ફૂર્તિ જાળવવામાં મદદ મળે છે. જવમાં રહેલા બીટા ગ્લુકોન જેવા ફાઈબર તત્ત્વોને કારણે ડાયાબિટીસ અને હાર્ટના રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. જવ અને જવનો લોટ ખાવાથી શરીરમાં રહેલા ખરાબ કોલ્સ્ટરોલનો નાશ શક્ય બને છે અને પરિણામે હૃદયના રોગોથી બચી શકાય છે. જવમાં બીટા ગ્લુકોન નામનું ફાઈબર પાણી સ્વરૃપે રહેલું હોય છે જે કેન્સરના કોષોનો નાશ કરે છે અને કેન્સરથી બચી શકાય છે.
  • ડાયાબિટીસહાર્ટના રોગોકોલેસ્ટરોલ સામે રક્ષણ મળે છે
હૃદય રોગ અને ખરાબ કોલેસ્ટરોલને દૂર કરવા માટે જવની જેમ સોયાબીન પણ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. સોય પ્રોટિનને કારણે શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટરોલ દૂર થઈ શકે છે અને સારા કોલેસ્ટરોલની જાળવણી શક્ય બને છે. જે શરીરને હાર્ટના રોગો સામે રક્ષણ આપે છે.
કેટલાંક સંશોધનો અને અભ્યાસો પરથી એવું તારણ મળ્યું છે કેગ્રીન ટી અને બ્લેક ટીનો ઉપયોગ શરીરને ચુસ્તી અને સ્ફોર્તિ જાળવવામાં મદદ કરે છે. આને કારણે શરીરની રક્તવાહિનીઓમાં લોહી જામ થઈ જતું નથી અને લોહીના પરિભ્રમણની કામગીરી સારી રીતે જળવાય છે. ચામાં રહેલું ફોલિક એસિડ હાર્ટના રોગો અને કેન્સર સામે રક્ષણ આપે છે. તેથી દરરોજ ગ્રીન ટી અને બ્લેક ટીનો ઉપયોગ આશીર્વાદરૃપ છે.
ઇસબગૂલમાં પણ ઈનસોલ્યુબલ ફાઈબર અને સોલ્યુબલ ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે જે કોલેસ્ટરોલને વધતું અટકાવે છે અને એસીડીટી મટાડે છે.