Wednesday, September 21, 2011

કોબીજ અને લીલી ભાજી તંદુરસ્તી માટે બેસ્ટ


લંડનતા.૨૧
લીલાં અને તાજાં શાકભાજી ખાવાથી શરીરની તંદુરસ્તી તેમજ ચુસ્તી અને સ્ફૂર્તિ જળવાય છે તેવું આપણે સૌ જાણીએ છીએ પણ આજે પણ આપણે ખોરાકમાં તેનો નિયમિત ઉપયોગ કરવામાં બેદરકારી દર્શાવીએ છીએ. બજારમાં તાજાં અને લીલાં શાકભાજી વિપુલ પ્રમાણમાં મળે છે જે સૌના સ્વાદ અને રુચિને સંતોષે છે. સારું આરોગ્ય અને તંદુરસ્તી જાળવવા બ્રોકોલી પ્રકારની લીલી ભાજીકોબીજદાણાવાળી સિંગ ધરાવતાં વિવિધ શાકતાંદળજાની ભાજી અને લીલા પાંદડાવાળી લેટિસ પ્રકારની ભાજીનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ આહાર પુરવાર થઈ શકે છે.
  • બ્રોકોલી- તાંદળજો અને દાણાવાળી સિંગ ખાવાથી સ્ફૂર્તિ જળવાય છે
બ્રોકોલી જેવી ભાજીથી કેન્સર જેવા અસાધ્ય રોગો મટે છે અને જેઓ હાર્ટના અને બ્રેઈન સ્ટ્રોકના દર્દીઓ છે તેમને રાહત મળે છે. બ્રોકોલી જેવી ભાજીમાં લોહ તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે જે એનિમિયા સામે પણ રક્ષણ આપે છે. આવા લીલાં શાકભાજીને બાફીને ખાવામાં આવે તો તેમાં રહેલા તત્ત્વો જળવાય છે.
કોબીજ પણ શરીરની ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવવા માટેનો શ્રેષ્ઠ આહાર છે. કોબીજને સમારીને કાચી ખાઓ અથવા તો રાંધીને ખાઓ તો તે અનેક રીતે ગુણકારી છે. તે ચામડીને તેજ્સ્વી બનાવે છે અને આંખોની રોશની વધારે છે. તેમાં વિટામિન-એ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી ફેફસાંનાં કેન્સર સામે તેમજ હોજરીનાં અને પ્રોસ્ટેટનાં કેન્સર સામે રક્ષણ મળે છે.
લીલાં શાકભાજી અને ગ્રીન સલાડનો ખોરાકમાં ઉપયોગ હિતકારી છે. દાણાવાળી સિંગોમાં વિટામિન-સી મોટાં પ્રમાણમાં હોય છે. તેમાં આયર્નકેલ્શિયમ અને પોટેશિયમ હોય છે શરીરની સ્ફૂર્તિ જાળવવામાં મદદ કરે છે.
તાંદળજાની ભાજી અને પપૈયુ જેવાં તાજાં ફળો અને શાકભાજી ખાવાથી કેન્સર સામે રક્ષણ મળે છે. તેમાં રહેલું કેરોટેનોઈડ નામનું તત્ત્વ તેમજ વિટામિન અને વિટામિન- સી જેવા તત્ત્વોથી ચામડીની ચમક વધે છે અને આંખોનું તેજ અને ચમક પણ વધે છે. હાઈ બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવા અને મસલ્સ મજબૂત બનાવવા તે આશીર્વાદરૂપ છે.
લેટિસ જેવી લીલાં પાંદડાંવાળી ભાજી પણ આરોગ્ય માટે સારી છે. આવી ભાજીમાં વિટામિન-એ-બી અને સી તેમજ ફોલિક એસિડ અને મેંગેનીઝ તેમજ ક્રોમિયમ હોય છે. જેનાથી લોહી શુદ્ધ થાય છે અને મગજ તેમજ નસોને મજબૂત બનાવે છે.