| |
સાયન્સ ટોક
બેટરી, રેડિયો, રિમોટથી ચાલતાં રમકડાં, રિમોટમાં જો સેલ ન હોય તો? તો તો તમારા સરસ મજાનાં રમકડાંથી માંડીને વીડિયો ગેમની મજા જ મરી જવાની. ક્યારેય તમે વિચાર કર્યો છે કે, જો સેલ ન બન્યા હોત તો? આપણે જે સેલ વાપરતા હાઈએ છે. તમે જેવું બેટરી, કેમેરા કે રેડિયોનું બટન દબાવો છો એવું જ બલ્બનું ફિલામેન્ટ ગરમ થઈ જાય છે અને બલ્બ ચાલુ થઈ જાય છે. તમે રેડિયો ચાલુ કરો એટલે તમને મસ્ત મજાનું સંગીત સંભળાવા લાગે છે.નાનાં બાળકોને તો આ જાદુ જેવું લાગે છે! આ સાધનોમાં ઊર્જા ઇલેક્ટ્રિ કરંટમાંથી આવે છે જે તેમાં નાંખવામાં આવેલા ડ્રાય સેલમાંથી ઉત્પન્ન થાય છે. ડ્રાય સેલ ત્રણ પ્રકારના હોય છે કાર્બન ઝિંક,ક્ષારવાળા તથા મરક્યુરીમાંથી બનેલા.
કાર્બન ઝિંકમાંથી બનેલા ડ્રાય સેલમાં ઝિંકમાંથી બનાવેલું સિલિન્ડર જેવું એક પાત્ર હોય છે. ટોચ પર વચ્ચે પિત્તળનો ભાગ હોય છે જેમાં ઝિંક નેગેટિવ ઇલેક્ટ્રોડ તથા કાર્બન પોઝિટિવ ઇલેકટ્રોડ તરીકે કામ કરે છે. એમોનિયમ ક્લોરાઇડ, ઝિંક ક્લોરાઇડ, મેંગેનીઝ ડાયોક્સાઇડ તથા કાર્બનનું એક સ્તર આ સેલમાં ભરેલું હોય છે. આ સેલની બહારનું સ્તર પ્લાસ્ટર ઓફ પેરિસ, એમોનિયમ ક્લોરાઇડ તથા ઝિંક ક્લોરાઇડનું અન્ય એક સ્તર હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું પડ આ સ્તરને એકદમ કઠણ બનાવી દે છે. આ આખી બનાવટને એક તારના માધ્યમથી જોડવામાં આવે ત્યારે તેમાંથી કરંટ પસાર થવા લાગે છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. આ સેલ ત્યાં સુધી વીજળી ઉત્પન્ન કરે છે જ્યાં સુધી મેંગેનિઝ ડાયોક્સાઇડ હાઇડ્રોજનને પાણીમાં બદલતું રહે છે. ક્ષારીય ડ્રાય સેલની બેટરી ખૂબ શક્તિશાળી હોય છે અને કાર્બન ઝિંક સેલ કરતાં ૮ ગણી વધારે ચાલે છે. મરક્યુરી ડ્રાય સેલમાં વોલ્ટેજ બેટરીના અંત સુધી એકસરખી ચાલે છે. |
|
|