વેબ વર્લ્ડ
આ વેબસાઇટ સામાન્ય રીતે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ શરૂ કરવા માટે ઇચ્છુકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. બિઝનેસ શરૂ કરવાની દિશામાં પ્રભાવી યોજના કેવી રીતે તૈયાર કરી શકાય એ તમે આ વેબસાઇટ દ્વારા શીખી શકશો. ત્યાં સુધી કે આ વેબસાઇટમાં કોઈ પ્રોજેક્ટ માટેનું પ્રેઝન્ટેશન કઈ રીતે બનાવી શકાય એની પદ્ધતિ પણ દર્શાવવામાં આવી છે. ક્રિએટિંગ એન્ડ ઇફેક્ટિવ બિઝનેસ પ્લાન નામની આ વેબસાઇટમાં માર્કેટ, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન, સેલ્સ, મેનેજમેન્ટ અને આર્થિક મુદ્દાઓ પર ઉત્તમ માહિતી આપવામાં આવી છે. આ વેબસાઇટનું નામ છે smetoolkit.org
બિઝનેસ કઈ રીતે શરૂ કરવો અને કઈ રીતે તેનો વિકાસ થાય એ માટે બીજી એક વેબસાઇટ છે, www.myownbusiness.org આ વેબસાઇટની તમે વિઝિટ કરશો તો તમને જાણવા મળશે કે તમે જે બિઝનેસ કરવા માગો છો એની શરૂઆત કઈ રીતે કરવી વૈશ્વિક ફલક પર કઈ રીતે તમે બિઝનેસ વિસ્તારી શકો છો. ટેક્નિકલી તબક્કાવાર શું પ્રોસીજર કરવી પડે. આ ઉપરાંત તેમાં એડવાન્સ બિઝનેસ સ્ટાઇલ પણ સમજાવવામાં આવી છે. બિઝનેસ માટે ક્યા રિસોર્સ મહત્ત્વના એ પણ આ વેબસાઇટ દ્વારા જાણી શકાશે. આ વેબસાઇટ પર સફળ બિઝનેસમેન અને બિઝનેસવુમને કઈ રીતે વ્યવસાયમાં સફળતા મેળવી એ પણ દર્શાવવામાં આવ્યું છે.