Friday, September 2, 2011

માંદગીની ખોટી રજા લેનારા કામદારોમાં ભારત બીજા ક્રમનો ખરાબ દેશ


મેલબોર્નતા. ૧
તાજેતરમાં ઓસ્ટ્રેલિયન વર્કફોર્સ મેનેજર્સ ક્રોનોસ દ્વારા માંદગીની ખોટી રજા લેનારા કામદારો ધરાવતા વિશ્વના સૌથી ખરાબ દેશોનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં માંદગીની ખોટી રજા લેનારા કામદારો ધરાવતા સૌથી વધુ ખરાબ દેશ તરીકે ભારત બીજા નંબરે આવ્યું હતું. ભારતમાં ૬૨ ટકા કામદારો માંદગીની ખોટી રજા લેતા હોવાનું સર્વેનાં તારણમાં જણાઈ આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાચીનફ્રાન્સયુકેભારતમેક્સિકો અને અમેરિકામાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ચીન અને ભારત ભલે ઝડપી આર્થિક વિકાસ ધરાવતા અર્થતંત્રો તરીકે વિશ્વમાં ગણના પામતા હોય પણ માંદગીની ખોટી રજા લેનારા કામદારોને લાગેવળગે છે ત્યાં સુધી ખરાબ દેશોમાં ચીન પહેલા ક્રમે અને ભારત બીજા ક્રમે આવે છે.
ચીનનાં ૭૧ ટકા કામદારો ખોટી રીતે માંદગીની રજા લેતા હોવાનું જણાઈ આવ્યું હતું જ્યારે ભારતનાં ૬૨ ટકા કામદારો માંદગીની ખોટી રજા લેતા હતા. આ યાદીમાં ૫૮ ટકા સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે છે. અમેરિકા ૫૨ ટકા સાથે ચોથા ક્રમે જ્યારે બ્રિટન ૪૩ ટકા સાથે પાંચમા ક્રમેમેક્સિકો ૩૮ ટકા સાથે છઠ્ઠા ક્રમે અને ફ્રાન્સ ૧૬ ટકા સાથે સાતમા ક્રમે રહ્યું છે.
મોટાભાગના કામદારો માનસિક તણાવ અને સ્ટ્રેસ અનુભવતા હોવાનું અને ખોટી રજા લેતા હોવાનું સર્વેમાં જણાઈ આવ્યું હતું. કામદારોમાં સ્ટ્રેસનું પ્રમાણ શા માટે વધે છે તેનાં કારણો શોધવા અને માનસિક તણાવ ઘટે તે માટેના ઉપાયો સૂચવવા સર્વે મેનેજરે જણાવ્યું હતું. કામદારોમાં સ્ટ્રેસ ઘટે તે માટે બદલાતી શિફ્ટ સિસ્ટમ ગોઠવવા અને કામકાજના કલાકોમાં ફેરફાર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતોજો જરૃર પડે તો કામદારોને પગાર વિનાની રજા આપવાનો વિકલ્પ પણ સૂચવાયો હતો.
કામકાજ અને જીવનમાં સંતુલન જાળવવા માટે માલિકો તેમના કર્ચમારીઓને ઘરેથી કામ કરીને લાવવાનો વિકલ્પ પણ આપી શકે છે તેવું સર્વેમાં જણાવવામાં આવ્યું હતું. ક્રોનોસના જનરલ મેનેજર પીટર હાર્ટે કહ્યું હતું કે કામદારોમાં સ્ટ્રેસનું પ્રમાણ ઘટાડવા અને માંદગીની રજાનું પ્રમાણ ઘટાડવા માટે માલિકો યોગ્ય પગલાં લઈ શકે છે.
માંદગીની રજા લેનારા ત્રીજા ભાગના કર્મચારીઓ તેમનાં માંદાં બાળકની કે પરિવારના માંદા સભ્યોની સંભાળ લેવા માટે રજા લેતા હોવનું પણ જણાઈ આવ્યું હતું. ૧૦ ટકા લોકોએ નોકરીનાં કામકાજનાં વધારે બોજને આવી રજા લેવા માટે કારણભૂત ગણાવ્યું હતું. ત્રીજા ભાગના ઓસ્ટ્રેલિયન કામદારોએ કામકાજના કલાકોમાં ફેરફારને સ્ટ્રેસ ઘટાડવા માટે યોગ્ય વિકલ્પ ગણાવ્યો હતો.
માંદગીની ખોટી રજા લેનારા કામદારો ધરાવતા ખરાબ દેશો....
ચીન ૭૧ ટકા સાથે પહેલા ક્રમે
ભારત ૬૨ ટકા સાથે બુજા ક્રમે
ઓસ્ટ્રેલિયા ૫૮ ટકા સાથે ત્રીજા ક્રમે
અમેરિકા ૫૨ ટકા સાથે ચોથા ક્રમે
બ્રિટન ૪૩ ટકા સાથે પાંચમા ક્રમે
મેક્સિકો ૩૮ ટકા સાથે છઠ્ઠા ક્રમે
ફ્રાન્સ ૧૬ ટકા સાથે સાતમા ક્રમે
  • ચીન માંદગીની ખોટી રજા લેનારા કામદારો ધરાવતો સૌથી ખરાબ દેશ
  • ભારતમાં ૬૨ ટકા કામદારો માંદગીની ખોટી રજા લેતા હોવાનું તારણ