Sunday, September 25, 2011

અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરશે


મુંબઇતા.૨૪
ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ગુજરાતને વિશ્વભરમાં પ્રમોટ કરનારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન વધુ એક બાબતે ગુજરાતને ગર્વ અપાવી શકે તેવું કામ કરવા સજ્જ થયા છે. બિગ બી’ ડચકાં ખાતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા જોમનું સિંચન કરવાના છે. તેમની ફિલ્મનિર્માણ કંપની એ. બી. કોર્પ. દ્વારા એક ગુજરાતી ફિલ્મ બનાવવાની તૈયારી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એ. બી. કોર્પ.એક જાણીતી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની અને નિર્માણસંસ્થા સ્લેશ પ્રોડક્શને એકબીજાના સહયોગથી ગુજરાતી ફિલ્મનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં મોદીકાકા તરીકે જાણીતા એચ. મોદી અને તેમનો પુત્ર નિકેશ મોદી આ ફિલ્મના સહનિર્માતા હોવાનું પણ જાણવા મળ્યું છે. એ. બી. કોર્પ. દ્વારા બની રહેલી પહેલી ગુજરાતી ફિલ્મનું નામ સપ્તપદીરાખવામાં આવ્યું છેજે આતંકવાદના વિષયની પૃષ્ઠભૂમિ ધરાવતી સ્ટોરી પરથી બનશે.
આ ફિલ્મમાં પરેશ રાવલનાં પત્ની સ્વરૂપ સંપટ પણ અભિનય કરશે. સ્વરૂપ સંપટ પહેલી જ વખત કોઇ ગુજરાતી ફિલ્મમાં અભિનય કરશે. અનેક લોકપ્રિય સિરિયલોમાં કામ કરી ચૂકેલો માનવ ગોહિલ પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં છે. માનવની પણ આ પહેલી જ ગુજરાતી ફિલ્મ છે. આ બંને ઉપરાંત મરાઠી ફિલ્મોના જાણીતા અદાકાર અમોલ ગુપ્તે પણ સપ્તપદીમાં કામ કરશે.
આ ફિલ્મની સ્ટોરી વિષે વધુ માહિતી નથી મળી શકી પરંતુ એટલી વાત જાહેર થઇ છે કેએ. બી. કોર્પ. દ્વારા નિર્માણ થનારી આ ગુજરાતી ફિલ્મ આતંકવાદી હુમલામાં અનાથ થયેલા બાળકની જીવનકથા પર આધારિત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન કામ કરશે કે નહીં તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી. ફિલ્મનું મોટા ભાગનું શુટિંગ સાપુતારામાં થશે.
  • સપ્તપદી’ નામની આ ફિલ્મમાં પરેશ રાવલનાં પત્ની સ્વરૂપ સંપટ અભિનય કરશે
  • ફિલ્મ આતંકવાદી હુમલામાં અનાથ થયેલા બાળકની જીવનકથા પર આધારિત છે