
ઈસ્લામાબાદ : તા. 12, સપ્ટેમ્બર
પાકિસ્તાની લશ્કરની એક ટોચની અધિકારી શાહિદા બાદશાહ દેશની પ્રથમ થ્રી સ્ટાર મહિલા અધિકારી બનવા જઈ રહી છે. બાદશાહ લશ્કરના બે સ્ટાર જનરલોમાં સૌથી વરિષ્ઠ છે અને અત્યારે આર્મી મેડિકલ કોલેમાં ફરજ બજાવે છે.
ઓક્ટોબરમાં પાંચ લેફ્ટિનન્ટ જનરલના સેવાનિવૃત્ત થવા પર શાહિદા બાદશાહની બઢતી થાય તેવી શક્યતા છે. સર્જન જનરલ લેફ્ટિનેન્ટ રેહાન બર્ની તથા અન્ય ચાર થ્રી સ્ટાર જનરલ ઓક્ટોબરમાં સેવાનિવૃત્ત થવા જઈ રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યુ કે બાદશાહ બર્નીનું સ્થાન લઈ શકે છે. પાક. લશ્કરના એક સૂત્રએ જણાવ્યુ કે ઓછામાં ઓછા પાંચ મેજર જનરલોની લેફ્ટિનેન્ટ જનરલ આગામી પદ પર બઢતી માટે પ્રક્રિયા પહેલેથી શરૂ થઈ ચૂકી છે.
અન્ય બે સ્ટારવાળા જનરલોમાં નેશનલ લોજિસ્ટિક સેલ પ્રમુખ મેજર જનરલ જુનૈદ રહમત વરિષ્ઠ સૂચીમાં ટોચ પર છે. પાકિસ્તાન એકમાત્ર એવો મુસ્લિમ દેશ છે જ્યા મહિલાઓ મેજર જનરલ પદ પર છે. દેશમાં મોટાભાગે મહિલાઓ ડોક્ટરી અને શિક્ષણ કોર સુધી જ સિમિત છે પરતુ તાજેતરમા યુદ્ધ ક્ષેત્રને પણ તેમના માટે ખોલવામાં આવ્યું છે.