
લંડન,તા.૮
ઇન્ટરનેટ ર્સિવસ કંપની યાહુને વેચવાની હિલચાલ શરૃ થઈ ચૂકી છે અને તાજેતરમાં જ હાંકી કાઢવામાં આવેલા કારોલ બર્ટઝની જગ્યાએ નવા મુખ્ય કારોબારીની નિમણૂક કરવામાં આવે તે પહેલાં યાહુને વેચી મારવામાં આવે તેવી શક્યતા છે. સોફ્ટવેર મહાકાય કંપની માઈક્રોસોફ્ટે ૪૫ અબજ ડોલરમાં ૨૦૦૮માં યાહુને ખરીદી લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ વખતે સફળતા મળી ન હતી. હવે માઈક્રોસોફ્ટ ફરી એકવાર બીડ કરી શકે છે. આ વખતે બીડ મોટું રહે તેવી શક્યતા છે. થોડાક દિવસમાં જ આ સંબંધમાં પ્રકાશિત કરવામાં આવે તેવી શક્યતા છે. ટેલિગ્રાફે નજીકના સૂત્રોને ટાંકીને કહ્યું છે કે માઈક્રોસોફ્ટ હજુ પણ યાહુને ખરીદવાના પ્રયાસ કરી શકે છે. એઓએલના ભૂતપૂર્વ મુખ્ય કારોબારી જ્હોન મિલર હાલમાં નવા કોર્પોરેશનમાં ડિઝીટલનું નેતૃત્વ કરી રહ્યા છે. જ્હોન મિલર યાહુના નવા મુખ્ય કારોબારી તરીકે સૌથી આગળ દાવેદારીમાં છે. યાહુને ખરીદવા માટે નાણાં ઊભા કરવા મિલરે અગાઉ ખાનગી ઇક્વિટી કંપનીઓ સાથે વાતચીત કરી હતી. જૂન મહિનામાં યાહુ બોર્ડ સાથે મિલરે બિનસત્તાવાર વાતચીત કરી હતી. ફોનના મામલામાં કંપનીના બોર્ડે તાજેતરમાં જ બર્ટઝની હકાલપટ્ટી કરી દીધી હતી. બોર્ડે વચગાળાના સીઈઓ તરીકે ચીફ ફાઈનાશિયલ ઓફિસર ટીમ મોર્સનું નામ આપ્યું હતું. બર્ટઝની જગ્યા માટે શોધખોળ ચાલી રહી છે.
ટાઈપ : પબ્લીક કંપની
કારોબાર : ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ, નાસડેક
ઇન્ડસ્ટ્રી : ઇન્ટરનેટ, કોમ્પ્યુટર સોફ્ટવેર
સ્થાપના : શાન્તાક્લારા, કેલિફોનિયા
સ્થાપનાની તારીખ : ૧લી માર્ચ ૧૯૯૫
સ્થાપક : જેરી અગ, ડેવિડ ફિલો
હેડક્વાટર્સ : સન્ની વિલે, કેલિફોનિયા
ર્સિવસ એરિયા : વિશ્વમાં
ચાવીરૃપ લોકો : રોય બોસ્ટોર (ચેરમેન)
ટીમ મોરસે (વચગાળાના સીઈઓ)
રેવેન્યુ : ૬.૩૨૪ અબજ ડોલર
ઓપરેટીંગ આવક : ૧.૦૭૦ અબજ ડોલર
નેટ ઇન્કમ : ૧.૨૩૨ અબજ ડોલર
કુલ સંપત્તિ : ૧૪.૯૨૮ અબજ ડોલર
કુલ ઇક્વિટી : ૧૨.૫૯૬ અબજ ડોલર
કર્મચારીઓની સંખ્યા : ૧૩,૬૦૦