Thursday, September 8, 2011

ભ્રષ્ટ કર્મચારીઓનું પેન્શન કાપી લેવાશે


નવી દિલ્હીતા. ૮
અમલદારશાહીમાં ભ્રષ્ટાચાર ડામવા માટે સરકારે નજીવી સજા તરીકે ૧૦ ટકા પેન્શનકાપનો અને વધુ સજા તરીકે ફરજિયાત નિવૃત્તિના કેસમાં ૨૦ ટકા પેન્શનકાપનો નિર્ણય કર્યો છે.
ભ્રષ્ટાચારના આરોપી સરકારી બાબુઓ સામેના કેસો ફાસ્ટ ટ્રેક ધોરણે ચલાવવા સરકારે કન્સલ્ટેશન પ્રોસેસમાં કેટલાંક સ્તર દૂર કરવાનો પણ નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ પગલાં નાણાપ્રધાન પ્રણવ મુખરજીનાં નેતૃત્વ હેઠળના પ્રધાનોનાં જૂથ (જીઓએમ)ના પ્રથમ અહેવાલમાં કરાયેલી ભલામણોના પગલે સરકાર દ્વારા તત્કાળ અમલીકરણ માટે સ્વીકારવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલાંનો એક ભાગ છે અને વળી સરકારનો આ નિર્ણય મજબૂત લોકપાલ બિલ માટે અણ્ણા હઝારેએ છેડેલા ભ્રષ્ટાચારવિરોધી આંદોલન ટાણે જ આવ્યો છે.
નિવૃત્તિની અણી પર હોય તેવા સરકારી કર્મચારીઓ અત્યાર સુધી નજીવી સજાથી બચી જતા હતાજોકે હવે જીઓએમે નિર્ણય કર્યો છે કે માત્ર નિવૃત્તિ જ સજાથી બચી જવા માટેનો આધાર ન હોઇ શકે. સામાન્ય સજા (માઇનોર પેનલ્ટી)ના કેસમાં ૧૦ ટકા સુધીનો પેન્શનકાપ લાદવામાં આવી શકે છે. આ પેન્શનકાપની પાંચ વર્ષની મર્યાદા હશેજ્યારે આજીવન પેન્શનકાપ મોટી સજા (મેજર પેનલ્ટી)ની કેટેગરીમાં આવશે.
સંપૂર્ણ લાભ સાથે ફરજિયાત નિવૃત્તિની હાલની મેજર પેનલ્ટી બદલાઇ શકે છેતેના સ્થાને એવી જોગવાઇ સાથે ફરજિયાત નિવૃત્તિ આવી શકે છે કે સક્ષમ સત્તા પેન્શનમાં ૨૦ ટકા સુધીનો કાપ મૂકી શકે છેજોકે નોન-પર્ફોર્મન્સ માટે ફરજિયાત નિવૃત્તિ અપાઇ હોય તેવા કેસોમાં પેન્શનમાં કાપ નહીં મુકાય.
તપાસપ્રક્રિયાને વેગવાન બનાવવા માટે સરકારી વિભાગો અને મંત્રાલયો ર્સિંવગ ઓફિસર્સનો ઇન્કવાયરી ઓફિસર્સ અને પ્રેઝન્ટિંગ ઓફિસર્સ તરીકે ઉપયોગ કરશે. મહત્ત્વના કેસોમાં તેઓ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને તેના કમિશનર ઓફ ડાયરેક્ટ ઇન્કવાયરીઝને ઇન્કવાયરી ઓફિસર તરીકે નીમવા વિનંતી કરી શકશે. સરકારી કર્મચારીઓના પ્રોસિક્યુશન માટે મંજૂરીમાં વિલંબને ધ્યાનમાં રાખીને જીઓએમે એવો મત વ્યક્ત કર્યો હતો કે મંજૂરી અંગે ઝડપભેર અને ૩ મહિનાની નિયત સમયમર્યાદામાં નિર્ણય થવો જોઇએ. જીઓએમે ભલામણ કરી હતી કે તપાસ એજન્સીએ પ્રોસિક્યુશન માટે મંજૂરી માગી હોય અને સાથે ચાર્જશીટ રજૂ કર્યું હોય તેવા તમામ કેસોમાં સક્ષમ સત્તાએ વિનંતી મળ્યાના ત્રણ મહિનાની અંદર ફરજિયાત ધોરણે નિર્ણય લેવાનો રહેશે અને કારણો સાથે મૌખિક આદેશ આપવાનો રહેશે.
જો સક્ષમ સત્તા દ્વારા મંજૂરી ન મળે તો વિનંતી તેમના પછીની હાયર ઓથોરિટી સમક્ષ જશેજે પ્રધાન હોય અને તે પણ મંજૂરી ન આપે તો તેમણે ૭ દિવસની અંદર વડાપ્રધાનને આદેશ સબમિટ કરવાનો રહેશે. સરકારનાં દરેક મંત્રાલય અને વિભાગના સેક્રેટરી પ્રોસિક્યુશન માટે મંજૂરીની વિનંતી થઇ હોય તેવા તમામ કેસો પર દેખરેખ રાખશે અને કેબિનેટ સેક્રેટરીને દર મહિને એ મતલબનું ર્સિટફિકેટ સોંપશે કે એકેય કેસ ૩ મહિનાથી વધુ સમયથી પેન્ડિંગ નથી.
દુરાચરણના કેસોમાં એવો નિર્ણય કરાયો હતો કે સક્ષમ સત્તા વિનંતી મળ્યાના ત્રણ મહિનામાં નિર્ણય લેશે અને કારણો સાથે મૌખિક આદેશ આપશે.
અમલદારશાહીમાં ભ્રષ્ટાચાર ડામવા માટેનાં પગલાં
નજીવી સજા તરીકે ૧૦ ટકા પેન્શનકાપનો અને વધુ સજા તરીકે ફરજિયાત નિવૃત્તિના કેસમાં ૨૦ ટકા પેન્શનકાપનો નિર્ણય.
ભ્રષ્ટાચારના આરોપી સરકારી બાબુઓ સામેના કેસો ફાસ્ટ ટ્રેક ધોરણે ચલાવવા કન્સલ્ટેશન પ્રોસેસમાં કેટલાંક સ્તર દૂર કરવા પણ નિર્ણય.
નિવૃત્તિની અણી પર હોય તેવા સરકારી કર્મચારીઓ અત્યાર સુધી નજીવી સજાથી બચી જતા હતાજોકે હવે જીઓએમે નિર્ણય કર્યો છે કે માત્ર નિવૃત્તિ જ સજાથી બચી જવા માટેનો આધાર ન હોઇ શકે.
માઇનોર પેનલ્ટીના કેસમાં ૧૦ ટકા સુધીનો પેન્શનકાપ લાદવામાં આવી શકે છે. આ પેન્શનકાપની પાંચ વર્ષની મર્યાદા હશેજ્યારે આજીવન પેન્શનકાપ મેજર પેનલ્ટીની કેટેગરીમાં આવશે.
જોકેનોન-પર્ફોર્મન્સ માટે ફરજિયાત નિવૃત્તિ અપાઇ હોય તેવા કેસોમાં પેન્શનમાં કાપ નહીં મુકાય.
સરકારી કર્મચારીઓના પ્રોસિક્યુશન માટે મંજૂરી અંગે ઝડપભેર અને ૩ મહિનાની નિયત સમયમર્યાદામાં નિર્ણય થવો જોઇએ. તપાસ એજન્સીએ પ્રોસિક્યુશન માટે મંજૂરી માગી હોય અને સાથે ચાર્જશીટ રજૂ કર્યું હોય તેવા તમામ કેસોમાં સક્ષમ સત્તાએ વિનંતી મળ્યાના ત્રણ મહિનામાં ફરજિયાત ધોરણે નિર્ણય લેવાનો રહેશે અને કારણો સાથે મૌખિક આદેશ આપવાનો રહેશે.
દુરાચરણના કેસોમાં સક્ષમ સત્તા વિનંતી મળ્યાના ત્રણ મહિનામાં નિર્ણય લેશે અને કારણો સાથે મૌખિક આદેશ આપશે.
  • ભ્રષ્ટ બાબુઓને માઇનોર પેનલ્ટી’ તરીકે ૧૦ ટકા પેન્શનકાપ
  • મેજર પેનલ્ટી’ તરીકે ફરજિયાત નિવૃત્તિના કેસમાં ૨૦ ટકા પેન્શનકાપ