Monday, September 12, 2011

ધ ન્યૂયોર્ક ટાઇમ્સે શરૂ કર્યું 'ઇન્ડિયા ઇન્ક'

ન્યૂયોર્ક 12, સપ્ટેમ્બર

ભારતીય જીવનશૈલી, રાજનીતિ, સંસ્કૃતિ, વ્યવસાય તથા રમત પર 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'  દ્વારા અંગ્રેજીની એક નવી વેબસાઇટ શરૂ કરવામાં આવી છે જેનું નામ છે 'ઇન્ડિયા ઇંક' જેમાં ફીચર આર્ટિકલ્સ નવી દિલ્હી અને મુંબઇના વરિષ્ઠ પત્રકારો દ્વારા લખવામાં આવ્યા છે 

'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'દ્વારા ભારતીય રાજનીતિ, સંસ્કૃતિ, વ્યવસાય, રમત તથા જીવનશૈલી પર અંગ્રેજીની એક નવી વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. 'ઇન્ડિયા ઇંક'નામની આ વેબસાઇટ પર ઉપર્યુક્ત વિષયો સાથે સંબંધિત સમાચાર તેમજ વિશ્લેષણ પ્રકાશિત કરવામાં આવશે.

અમેરિકાના અગ્રણી અખબાર ગ્રુપે રવિવારે આની ઘોષણા કરી છે. એનવાઇટાઇમ્સ ડોટ કોમ/ઇન્ડિયા ઇંક (NYTimes.Com/IndiaInk) પર ભારતીય પેટા ખંડ તથા વિદેશો સાથે સંબંધિત ખબરો જોવા મળશે. શરૂઆતમાં ઇન્ડિયા ઇંક ન્યૂયોર્ક ટાઇમ્સના ડિજીટલ સબ્સક્રિપ્શન પેકેજની સાથે હશે.

ભારતમાં ઇન્ડિયા ઇંકનું સંપાદન ટાઇમ્સ દ્વારા જ કરવામાં આવ્યું છે, જ્યારે હોંગકોંગમાં ઇન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રિબ્યૂન (આઇએચટી) એ હીદર ટિમોસના નેતૃત્વમાં કર્યું છે. જે છેલ્લા ચાર વર્ષથી દૈનિક માટે ભારતમાં વ્યવસાયની તક જોઇ રહ્યા છે.

ખાસ વાત એ છે કે તેના ફીચર નવી દિલ્હી અને મુંબઇના વરિષ્ઠ પત્રકારો દ્વારા લખવામાં આવ્યા છે. સાથે સાથે જ ભારતના ઉચ્ચ લેખક અને પ્રવાસી ભારતીય લેખકોના લેખ પણ આમાં જોવા મળશે.

ન્યૂયોર્ક ટાઇમ્સના કાર્યકારી સંપાદક જિલ અબ્રામસને કહ્યું કે, વૈશ્વિક સ્તર પર ઇન્ડિયા ઇંક ટાઇમ્સ ઉત્સાહવર્ધક વિસ્તાર છે. વળી, ઇન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રિબ્યૂનના પ્રકાશક સ્ટીફેન દંબાર- જ્હોનસને કહ્યું કે, અમે ભારત તથા વિદેશોમાં પોતાના પાઠકો તથા જાહેરાતકારોને વધુ યોગ્ય સેવાઓ આપવાની વાતને લઇને ઉત્સાહિત છીએ.