Monday, September 12, 2011

વિશ્વમાં દર છ સેકંડે એક વ્યક્તિનું તમાકુનાં કારણે મોત


નવી દિલ્હીતા. ૧૧
વિશ્વમાં પ્રતિ છ સેકંડે એક વ્યક્તિનું તમાકુનાં સેવનને કારણે મોત થઇ રહ્યું છે તેવું ચોંકાવનારું તારણ વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) દ્વારા કરવામાં આવેલાં નવા સર્વેમાં જણાવવામાં આવ્યું છે. તમાકુના કારણે દુનિયામાં દર વર્ષે આશરે ૬૦ લાખ લોકો મોતને ભેંટી રહ્યાં છે. આમાંથી પણ પાંચ લાખ લોકો એવાં છે જે તમાકુનો ઉપયોગ છોડી ચૂક્યાં છે.
·       એક અબજથી વધુ લોકો તમાકુનું સેવન કરે છે
સર્વેમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે જો આવી જ સ્થિતિ રહેશે તો વર્ષ ૨૦૩૦ સુધી તમાકુનાં કારણે દર વર્ષે આશરે ૮૦ લાખ લોકોનાં મોત થશેઆમાંથી પણ આશરે ૮૦ ટકા મોતનો આંકડો ગરીબ દેશોનો હશે. સર્વેમાં આજની તારીખે દુનિયામાં આશરે એક અબજ લોકો કોઇને કોઇ પ્રકારે તમાકુનું સેવન કરે છે અને આમાંથી ૮૦ ટકા લોકો ઓછી અથવા તો વધારે આવકવાળા દેશોમાં રહે છે.
તેનું કહેવું છે કે સમગ્ર દુનિયામાં તમાકુનો ઉપયોગ સતત વધી રહ્યો છે. સમૃદ્ધ દેશોમાં આનો ઉપયોગ ચોક્કસપણે ઘટી રહ્યો છેછતાં પ્રતિ ૬ સેકંડમાં તમાકુનાં કારણે એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. ૧૦ પૈકી એક પુખ્ત વયની વ્યક્તિનું મોત તમાકુનાં કારણે થઇ રહ્યું છે. તમાકુનો કોઇ પણ પ્રકારે ઉપયોગ ન કરનાર આશરે પાંચ લાખ લોકો પણ પેસિવ સ્મોકિંગનાં કારણે દર વર્ષે શિકાર બની રહ્યાં છે. કેટલાક દેશોમાં ગરીબ બાળકો તમાકુના કારોબાર સાથે સંકળાયેલાં છે તેવી માહિતી સાથે સર્વેમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
તમાકુના ઉપયોગમાં ભારત દુનિયામાં બીજા ક્રમેતમાકુના ઉપયોગના મામલે ભારત દુનિયામાં બીજા ક્રમે છે. તમાકુના ઉપયોગનાં કારણે ભારતમાં દર વર્ષે આશરે ૧૦ લાખ લોકોનાં મોત થઇ જાય છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં આશરે ૩૫ ટકા પુખ્ત વયનાં લોકો કોઇને કોઇ પ્રકારે તમાકુનો ઉપયોગ કરે છેઆમાં પુરુષોની ટકાવારી ૪૭.૯ ટકા છે જ્યારે ૨૦.૩ ટકા મહિલાઓ પણ તમાકુનો ઉપયોગ કરે છે. સર્વેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે દેશમાં તમાકુના ઉપયોગની શરૂઆતની વય સરેરાશ ૧૭.૮ વર્ષ છે.