Monday, September 12, 2011

પાક.ને પછાડી ભારત એશિયન હોકી ચેમ્પિયન



આર્ડોસ (ચીન)તા. ૧૧
એશિયન ચેમ્પિયન્સ હોકી ટૂર્નામેન્ટમાં ભારતે ફાઇનલમાં પણ પોતાની વિજયકૂચ જાળવી રાખી હતી અને કટ્ટર હરીફ પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૨થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ હોકી ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ભારતને પ્રથમ વખત આ ટૂર્નામેન્ટ જીતવા સફળતા મળી હતી. ભારે રોમાંચક બનેલી ફાઇનલમાં બન્ને ટીમો નિર્ધારિત સમયમાં ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. એકસ્ટ્રા ટાઇમમાં પણ બન્ને ટીમો ગોલ ન કરી શકતાં પેનલ્ટી શૂટઆઉટથી મેચનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પેનલ્ટી શૂટઆઉટમાં ભારતની શરૃઆત ખરાબ રહી હતી અને પ્રથમ પેનલ્ટીમાં ગુરુવિંદર ચાંડી ગોલ કરી શક્યો નહોતો.
·       ભારતનો પેનલ્ટીમાં ૪-૨થી વિજય
પાકિસ્તાન પણ પ્રથમ પ્રયાસમાં ગોલ કરવામાં નિષ્ફળ રહ્યું હતુ,  જોકે ત્યારબાદ ભારત તફથી રાજપાલસિંહદાનિશ મુજતબ્બાયુવરાજ વાલ્મિકી અને સરવનજીતસિંહ ગોલ કરવામાં સફળ રહ્યા હતા જ્યારે પાકિસ્તાન તરફથી ફક્ત મોહમ્મદ રીઝવાન અને વસીમ અહેમદ ગોલ કરવામાં સફળ રહ્યા હતા. ભારતના ગોલકીપર એસ. શ્રીજેસના શાનદાર પ્રદર્શનના કારણે પાકિસ્તાન તરફથી શક્કત રસુલ અને હસીમ ખાન ગોલ ન નોંધાવી શકતાં ભારતનો રોમાંચક વિજય થયો હતો. મેચ બાદ ભારતીય હોકી ટીમના કોચ માઇકલ નોબ્સે આનંદ વ્યક્ત કર્યાે હતો અને ભારતની હોકી માટે યાદગાર દિવસ ગણાવ્યો હતો. આ પહેલાં સેમિફાઇનલ સમાન મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારે રસાકસી બાદ ૨-૨થી ડ્રો ગઈ હતી.