Friday, September 9, 2011

દરરોજ બટાટા ખાવાથી બ્લડપ્રેશર ઘટે છે


વૉશિંગ્ટનતા. ૯
તાજેતરમાં હાથ ધરાયેલાં સંશોધનમાં એવું જણાઈ આવ્યું છે કે દરરોજ બટાટા ખાવાથી બ્લડપ્રેશરને અંકુશમાં રાખી શકાય છેઆમાં મહત્ત્વની વાત એ છે કે વજનમાં વધારો થયા વિના બીપીને કન્ટ્રોલમાં રાખી શકાય છે. સંશોધકોના મતે પર્પલ છાલ ધરાવતાં બટાટા ખાવાં આશીર્વાદરૃપ છે પણ લાલ અને સફેદ છાલ ધરાવતાં બટાટા પણ એટલાં જ ગુણકારી છે.
ખોરાક માટે ચીવટ રાખનારાઓમાં બટાટા અંગે એટલી બધી ગેરસમજો ફેલાયેલી છે કે તેઓ અન્ય શાકભાજીની સરખામણીમાં ખોરાકમાં બટાટા લેવાનું ટાળે છે પણ વાસ્તવમાં બટાટા ગુણકારી પણ છે તેમ પેન્સિલવેનિયા ખાતેની સ્ક્રેન્ટન યુનિર્વિસટીના સંશોધક જોય વિન્સને જણાવ્યું હતું.
  • વજનમાં વધારો થયા વિના બીપી કન્ટ્રોલમાં રહે છે
બટાટાનો ઉલ્લેખ થાય એટલે લોકોનાં મગજમાં ચરબી વધારતાંવધુ કાર્બોનેટ ધરાવતાં અને કેલરી વિનાનાં બટાટાની યાદ તાજી થાય છે પણ જો તેને ફ્રાય કર્યા વિના અને બટરમાં રાંધ્યા વિના ખાવામાં આવે તો એક બટાટામાંથી માત્ર ૧૧૦ કેલરી મળે છે અને સાથોસાથ શરીરને ગુણકારી સાયટો કેમિકલ્સ તેમજ વિટામિન્સ મળે છે.
નવાં સંશોધનમાં વધુ વજન ધરાવતા સ્થૂળકાય અને હાઈ બીપી ધરાવતા ૧૮ દર્દીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. દરરોજ ખોરાકમાં તેમને દિવસમાં બે વખત પર્પલ છાલવાળાં ૬થી ૮ બટાટા આપવામાં આવતાં હતાં. એક મહિના પછી આ દર્દીઓનાં ડાયસ્ટોલિક બીપીમાં ૪.૩ ટકાનો અને સિસ્ટોલિક બીપીમાં ૩.૫ ટકાનો ઘટાડો થયો હતો. આ દર્દીઓનાં વજનમાં જરાપણ વધારો થયો નહોતો.
જે લોકો ફ્રેન્ચ ફ્રાય અને પોટેટો ચીપ્સ ખાવાના શોખીનો છે તેઓ સ્ટાર્ચફેટ અને ખનીજ તત્ત્વો વિનાના બટાટા ખાતા હતા જે શરીર માટે ગુણકારી નહોતાંઅલબત્ત માઇક્રોવેવ ઓવનમાં રાંધેલાં બટાટામાં પોષકતત્ત્વો જળવાઈ રહેતાં હોવાનું  સંશોધનમાં જણાયું હતું.