Friday, September 23, 2011

એક દિવસની અપૂરતી ઊંઘ પણ વજન વધારી શકે છે


વોશિંગ્ટનતા.૨૨
એક દિવસની અપૂરતી ઊંઘથી પણ વજન વધી શકે છે તેમ વૈજ્ઞાનિકોનું કહેવું છે. રાત્રે અપૂરતી ઊંઘ મળવાથી બીજા દિવસે સવારે શરીરનું મેટાબોલિઝમ ધીમું પડે છેજેથી કેલરી સ્વરૃપની ઊર્જા ઓછા પ્રમાણમાં બળે છે. આ સંદર્ભમાં હાથ ધરાયેલા અગાઉના અભ્યાસો જાગૃત અવસ્થા દરમિયાન ભૂખ સંબંધિત હોર્મોન્સમાં વધારાને સાંકળે છે.
સ્વીડનની અપસલા યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા સંશોધનનું નેતૃત્વ કરનાર ક્રિસ્ટિન બેનેડિક્ટને ટાંકતા ડેઇલી મેઇલે જણાવ્યું હતું કે, "અમારા સંશોધનો દર્શાવે છે કે એક દિવસની અપૂરતી ઊંઘ પણ સ્વસ્થ વ્યક્તિમાં તીવ્ર પ્રમાણમાં ઊર્જાદહન ઘટાડી શકે છે. આ સંશોધન સૂચવે છે કે,દિવસના સમયમાં માણસને ઊર્જાસભર રાખવામાં ઊંઘનું પ્રમાણ વિશેષ મહત્ત્વ ધરાવે છે."
  • અપસલા યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં નવી વિગતો બહાર આવી
તે અને તેના સાથીઓએ ૧૪ પુરુષ વિદ્યાર્થીઓ પર ઊંઘની અલગ અલગ સ્થિતિ પર અભ્યાસ કર્યો હતોજેમાં સામાન્ય ઊંઘઅપૂરતી ઊંઘ અને અનિદ્રાનો સમાવેશ થાય છે. તેમણે કેટલાક દિવસો સુધી આ પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીમાં આવતાં ફેરફારતેઓ કેટલો આહાર લઇ શકે છે,તેમનું બ્લડ સુગર, હોર્મોનનું સ્તર અને મેટાબોલિક દર વગેરેમાં કેટલો ફેરફાર થાય છે તેનું માપ કાઢયું હતું.
એક દિવસની અપૂરતી ઊંઘ પણ બીજા દિવસે શરીરના મેટાબોલિઝમ પર અસર કરે છે અને શ્વાસોચ્છ્વાસ તથા પાચન જેવી ક્રિયાઓ માટે ઊર્જાદહનમાં પાંચથી ૨૦ ટકાનો ઘટાડો કરે છે. બોસ્ટન મેડિકલ સેન્ટરમાં સ્લીપ ડિસઓર્ડર્સ સેન્ટરના વડા સ્ટેનફોર્ડ ઔરબાશે નોંધ્યું હતું કે,અપૂરતી ઊંઘ ખૂબ જ જટિલ મુદ્દો છે. દવા અને અન્ય બાબતો ઊંઘ પર અસર કરે છે તેમજ નવા સંશોધનને પણ આ પરિપ્રેક્ષ્યમાં ધ્યાનમાં લેવા જોઇએ. તેમણે ઉમેર્યું હતું કેનવા સંશોધનો દર્શાવે છે કે અપૂરતી ઊંઘને આપણે સ્વીકારી લીધી છે અને તે બાબત મેદસ્વીપણા પર ગંભીર અસર કરી શકે છે.