Friday, September 23, 2011

‘રિચેસ્ટ અમેરિકન્સ’માં બે ભારતીયો


વોશિંગ્ટનતા.૨૨
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) મુંબઇના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભરત દેસાઇ અને વિનોદ ખોસલાએ જાણીતા બિઝનેસ મેગેઝિનફોર્બ્સની ૪૦૦ રિચેસ્ટ અમેરિકન્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે. બિલ ગેટ્સ અને વોરન બફેટ સતત ૧૮મા વર્ષે પણ આ યાદીમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે જ્યારે ઓરેકલના સીઇઓ લેરી એલિસન ત્રીજા ક્રમે છે.
માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સની સંપત્તિ એક વર્ષમાં પાંચ અબજ ડોલરના વધારા સાથે ૫૯ અબજ ડોલર થઇ છે જ્યારે ૧.૩૫ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા ભરત દેસાઇ ૩૨૯મા અને ૧.૩ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા વિનોદ ખોસલા ૩૩૧મા સ્થાને છે.
આઉટસોર્સિંગ કંપની સિન્ટેલના સ્થાપક ભરત દેસાઇએ ૧૯૮૦માં આ કંપની સ્થાપી હતી અને ૧૯૯૭માં તેને જાહેર કંપનીમાં ફેરવી હતી. ૫૮ વર્ષીય દેસાઇની સિન્ટેલ’ કંપનીમાં હાલમાં કુલ ૧૬,૨૦૦ કર્મચારીઓ કામ કરે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન કંપનીના શેરના ભાવમાં ૨૦ ટકા વધારો થયો છે.
બીજી તરફ ૫૬ વર્ષીય એન્જિનીયર વિનોદ ખોસલા સિલિકોન વેલીના વેન્ચર કેપિટાલિસ્ટ છે. તેઓ સન માઇક્રોસિસ્ટમ્સના સહ-સ્થાપક પણ રહી ચૂક્યા છે. ગત એપ્રિલમાં તેમણે ગેટ્સ અને બફેટની ગિવિંગ પ્લેજ’ સાઇન કરીને અડધી સંપત્તિનું દાન કરવાની ઘોષણા કરી હતી.
દરમિયાનબર્કશાયર હેથવેના ચેરમેન અને સીઇઓ બફેટની સંપત્તિ ૬ અબજ ડોલરના ઘટાડા સાથે ૩૯ અબજ ડોલર થઇ છેજે આ વર્ષે ફોર્બ્સ ૪૦૦માંથી કોઇની સંપત્તિમાં મહત્તમ ઘટાડો છે. બફેટ ગત વર્ષની સરખામણીએ સંપત્તિ ઘટી હોય તેવા ટોપ ટ્વેન્ટીમાં સામેલ એકમાત્ર વ્યક્તિ છે.
યાદીમાં ત્રીજું સ્થાન ધરાવતા લેરી એલિસનની સંપત્તિ એક વર્ષમાં ૬ અબજ ડોલરના વધારા સાથે ૩૩ અબજ ડોલર થઇ છે. ફેસબૂકના સ્થાપક માર્ક ઝૂકરબર્ગ ૧૭.૫ અબજ ડોલરની સંપત્તિ સાથે યાદીમાં ૧૪મા ક્રમે છે.
આ વર્ષના ફોર્બ્સ ૪૦૦માં સ્થાન મેળવનારા ધનકુબેરોની કુલ સંપત્તિ ૩.૮ અબજની સરેરાશ સાથે ૧.૫ ટ્રિલિયન ડોલર છેજે ગત વર્ષની સરખામણીએ ૧૨ ટકા વધુ છે.

ટોચનાં ત્રણ ધનકુબેરો
ક્રમ
નામ
સંપત્તિ (ડોલરમાં)
૧.
બિલ ગેટ્સ
૫૯ અબજ
૨.
વોરન બફેટ
૩૯ અબજ
૩.
લેરી એલિસન
૩૩ અબજ
  • IITના વિદ્યાર્થી રહી ચૂકેલા ભરત દેસાઇવિનોદ ખોસલા યાદીમાં ચમક્યાં
  • સતત ૧૮મા વર્ષે યાદીમાં બિલ ગેટ્સ પ્રથમવોરન બફેટ બીજા સ્થાને