Friday, September 23, 2011

‘ટાઇગર’ પટૌડીનું અવસાન


નવી દિલ્હીતા. ૨૨
ભારતીય ક્રિકેટ ટીમના મહાન સુકાની નવાબ મન્સુર અલી ખાન પટૌડીનું ગુરુવારે સાંજે ૭૦ વર્ષની ઉંમરે અવસાન થયું છે.ટાઇગરના હૂલામણા નામે ઓળખાતા પટૌડીને છેલ્લા કેટલાક સમયથી ફેફસાંમાં ઇન્ફેક્શન હતું. આ માંદગીને કારણે પટૌડી ગયા મહિનાથી હોસ્પિટલમાં જ હતા. ૧૬ સપ્ટેમ્બરથી પટૌડીનું સ્વાસ્થ્ય વધુ કથળતાં તેમને આઇસીયુમાં લઇ જવામાં આવ્યા હતા. બુધવાર સાંજથી પટૌડીને ઇન્ફેક્શનને કારણે શ્વાસ લેવામાં સમસ્યા નડી રહી હોવાથી તેમને વેન્ટિલેટર ઉપર લઇ જવા પડયા હતા. નવાબ મન્સુર અલી ખાન પટૌડીના પરિવારમાં પત્ની ર્શિમલા ટાગોરપુત્ર સૈફ અલી ખાનપુત્રી સોહા અલી ખાનસબા અલી ખાનનો સમાવેશ થતો હતો. ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટશ્રેણી પૂરી થઇ ત્યારે પ્રેઝન્ટેશન સેરેમની  વખતે પટૌડી છેલ્લે જાહેરમાં જોવા મળ્યા હતા.
  • ભારતીય ક્રિકેટના એક યુગનો અંત
નવાબ મન્સુર અલી ખાન પટૌડીનું અવસાન થતાં જ ક્રિકેટજગત આઘાતમાં ગરકાવ થઇ ગયું છે. પટૌડીએ ૧૯૬૧થી ૧૯૭૫ સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ૪૬ ટેસ્ટમાં ૩૪.૯૧ની એવરેજથી ૨૭૯૩ રન કર્યા હતા. જેમાં ૬ સદી અને ૧૬ અડધી સદીનો સમાવેશ થતો હતો. ભારતના શ્રેષ્ઠ સુકાનીની યાદી તૈયાર કરવામાં આવે તો તેમાં પટૌડીનો ચોક્કસ ઉલ્લેખ કરવો પડે. ભારતને વિદેશી ધરતી ઉપર ટેસ્ટ અને શ્રેણીવિજય અપાવ્યો હતો. પટૈૌડી તેમની કારકિર્દીની ૪૬માંથી ૪૦ ટેસ્ટમાં સુકાની તરીકે રમ્યા હતા. પટૌડીના નેતૃત્વ હેઠળની ૪૦માંથી ૯ ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો. પટૌડીએ ૧૯૯૩થી ૧૯૯૬ દરમિયાન મેચરેફરી તરીકે પણ કામગીરી અદા કરી હતી. મન્સુર અલી ખાન પટૌડીના માનમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટશ્રેણીને પટૌડી ટ્રોફી’ નામ આપવામાં આવ્યું હતું.  મન્સુર અલી ખાન પટૌડીને ૧૯૬૪માં અર્જુન એવોર્ડ અને ૧૯૬૭માં પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જન્મ : ૫ જાન્યૂઆરી૧૯૪૧
પ્રથમ ટેસ્ટ : વિ. ઇંગ્લેન્ડદિલ્હી૧૯૬૧
અંતિમ ટેસ્ટ : વિ. વેસ્ટ ઇન્ડીઝમુંબઇ૧૯૭૫
ટેસ્ટ : ૪૬ઇનિંગ્સ : ૮૩રન : ૨૭૯૩એવરેજ : ૩૪.૯૧૧૦૦/૫૦ : ૬/૧૬સિક્સ : ૧૯વિકેટ : ૦૧.
સુકાની તરીકે
: માત્ર ૨૧ વર્ષ ૭૭ દિવસની ઉંમરે તે સમયની ધરખમ વેસ્ટ ઇન્ડીઝ ટીમ સામે સુકાન સંભાળ્યું.
: ૧૯૬૮માં ભારતને ન્યૂઝીલેન્ડની ધરતી ઉપર સૌપ્રથમ ટેસ્ટ અને શ્રેણીવિજય અપાવી દીધો હતો. વિદેશમાં ભારતનો આ સૌપ્રથમ ટેસ્ટ અને શ્રેણી વિજય.
: એકસાથે ૩ સ્પિનર રમાડનારા પટૌડી સૌપ્રથમ ભારતીય સુકાની.
: પટૌડી તેમની કારકિર્દીની ૪૬માંથી ૪૦ ટેસ્ટમાં સુકાની તરીકે રમ્યા હતા.
છેલ્લે છેલ્લે ઇંગ્લેન્ડે અપમાન કર્યું હતું
આર્થરટને જાણી જોઈ પટૌડીનો ઉલ્લેખ ન કર્યો
અંગ્રજોની અવળચંડાઇને કારણે તાજેતરમાં ભારતના ઇંગ્લેન્ડપ્રવાસ વખતે પટૌડીનું અપમાન થયું હતું.  વાત એમ બની હતી કે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી સિરીઝનુ નામ પટૌડી ટ્રોફી હોવા છતા ઓવલ ટેસ્ટ બાદ યોજાયેલા પ્રેઝનટેશન સમારંભમાં જાણી જોઈને પટૌડી ટ્રોફીનો ઉલ્લેખ કર્યો ન હતો. પ્રેઝનટેશન સેરેમનીના વક્તા માઈક આર્થટને પટૌડી ટ્રોફીનું નામ લીધા વગર સ્પોન્સર કંપની એનપાવરનું ટ્રોફી તરીકે સંબાંધન કર્યું હતું. આ સેરેમનીમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રમુખ જાઈલ્સ ક્લાર્ક પણ હાજર હતા. જોકે અંતમાં આયોજકોને ભૂલ સમજતા તેમણે બાદમાં ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટ્રાઉસને પટૌડી ટ્રોફી આપી હતી. જોકે ત્યાં સુધી પ્રેઝનટેશનનું લાઈવ ટેલિકાસ્ટ બંધ થઈ ગયુ હતું. આ ઘટના બાદ સુનિલ ગાવસ્કર નારાજ થયા હતા. ગાવસ્કરે જણાવ્યુ હતુ કેટીમ એક ટ્રોફી માટે રમે છે અને તેમને ઈનામ તરીકે બે ટ્રોફીઓ આપવામાં આવે છેપટૌડી ટ્રોફી હોવા છતા સપોન્સરની ટ્રોફી આપવી યોગ્ય નથી.
ચૂંટણીમાં પટૌડી વિ. લાલા અમરનાથ
પટૌડીને ૧૯૭૦માં ભારતીય ટીમના સુકાની તરીકે બરતરફ કરવામાં આવ્યા હતા. ૧૯૬૯માં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ રાજાઓના સાલિયાણા બંધ કર્યા હતા. જેના વિરોધમાં પટૌૈડીએ કોંગ્રેસ સામે ચૂંટણી લડવાનું નક્કી કર્યું. જાન્યુઆરી,૧૯૭૧માં લોકસભાની ચૂંટણી વખતે પટૌડી વિશાલ હરિયાણા પાર્ટી માટે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. કોઇ ક્રિકેટર ચૂંટણીમાં ઊભો રહ્યો હોય તેવો આ સૌપ્રથમ પ્રસંગ. પટૌડી સામે લાલા અમરનાથ અપક્ષ તરીકે ઊભા રહ્યા. આ સમયે આ ચૂંટણીને ભારતના આ બે ભૂતપૂર્વ સુકાની વચ્ચેના જંગ તરીકે જોવાતી હતી. જોકે,કોંગ્રેસના ઉમેદવાર માટે લાલા અમરનાથે છેલ્લી ઘડીએ પોતાની ઉમદેવારી પાછી ખેંચી લીધી હતી. છેલ્લી ઘડીએ લાલા અમરનાથને સ્થાને અન્ય એક કોંગ્રેસી ઉમેદવારને પટૌડી સામે ચૂંટણીમાં ઊભા રાખવામાં આવ્યા. લાલા અમરનાથે પટૌડી સામે ચૂંટણીપ્રચાર કરવાનું જારી રાખ્યું અને તે એમ કહેતા કેગ્લેમરથી અંજાઇ પટૌડીને વોટ નહીં આપતા. પટૌડીને ચૂંટણીમાં ૪ લાખમાંથી ૨૨૯૭૯ વોટ મળ્યા અને તેમનો પરાજય થયો હતો. આ પછી ૧૯૯૧ની લોકસભાની ચૂંટણીમાં પટૌડીનો અટલ બિહારી વાજપેઇ સામે પરાજય થયો હતો.