Tuesday, September 13, 2011

અંગોલાની સુંદરી લીલા લોપ્સ મિસ યુનિવર્સ બની


સાઓ પાઉલોતા.૧૩
અંગોલાની ખૂબસૂરત સુંદરી લીલા લોપ્સે મિસ યુનિવર્સ ૨૦૧૧નો તાજ જીતવામાં સફળતા મેળવી છે. મિસ અંગોલાએ આ સ્પર્ધામાં સામેલ થયેલી તમામ ૯૮ ખૂબસૂરત યુવતીઓને પછડાટ આપી હતી. ગયા વર્ષે મિસ યુનિવર્સ બનેલી મેક્સિકોની ઝિમેના નવરેતેએ મિસ અંગોલાને તાજ પહેરાવીને સ્પર્ધાની વિધિ પૂરી કરી હતી. આની સાથે જ લીલા લોપ્સને મિસ યુનિવર્સ તરીકે જાહેર કરવામાં આવી હતી. મિસ યુનિવર્સની પ્રથમ રનર્સ અપ તરીકે યુક્રેનની ઓલેસિયા સ્ટેફેન્કો રહી હતી જ્યારે સેકન્ડ રનર્સ અપ તરીકે બ્રાઝિલની પ્રિન્સેલા મછેદો રહી હતી.
ત્રીજા ક્રમાંકે મિસ ફિલિપાઈન્સ અને ચોથા ક્રમાંકે મિસ ચાઈના રહી હતી. મિસ યુનિવર્સ ચૂંટાઈ આવતા પહેલાં ઇન્ટરવ્યૂમાં લીલાને એક ખુલ્લા પ્રકારના ક્રિમ કલરના ગાઉન પહેરતી વેળા જો તેણે પોતાના શરીરને બદલવાનું હોય તો તે કયા હિસ્સાને બદલશે તેવા પ્રશ્નના જવાબમાં લોપ્સે કહ્યું હતું કેથેંક્સ ગોડ ! ભગવાને મને જેવી પણ બનાવી છે તેનાથી હું ખુશ છું. હું કોઈ પણ પરિવર્તન કરીશ નહીં. હું પોતાને એવી મહિલા તરીકે ગણું છું જેની આંતરિક ખૂબસૂરતીનું સન્માન થયું છે. મારા પરિવારથી મને ઘણા સારા સંસ્કાર મળ્યા છે. આ સંસ્કારોને હું હંમેશાં જાળવી રાખવા માગું છું.
 લીલા લોપ્સે આશા વ્યક્ત કરી હતી કેતે અંગોલામાં લોકોની મદદ કરશે. અંગોલા યુદ્ધનો લાંબો ઇતિહાસ ધરાવે છે. વિશ્વભરમાં એચઆઈવી એઇડ્સને રોકવામાં તે મદદ કરશે. દક્ષિણ અમેરિકાના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૫ વર્ષીય લોપ્સે કહ્યું હતું કેમિસ અંગોલા તરીકે તે લોકો માટે ઘણું કામ કરી ચૂકી છે.
વિશ્વની ૯૮ ખૂબસૂરત યુવતીઓને પાછળ છોડીને મિસ યુનિવર્સનો તાજ જીતનાર અંગોલાની લીલા લોપ્સે પોતાની કરિયરમાં ઘણી સફળતા મેળવી છે. ૨૬ ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ જન્મેલી લીલા લોપ્સનો જન્મ અંગોલાના બેન્ગુલા ખાતે થયો હતો. ૮મી ઓક્ટોબર ૨૦૧૦ના રોજ તે મિસ અંગોલા યુકેનો તાજ જીતવામાં પણ સફળ રહી હતી.
અગાઉ આફ્રિકન મહિલાએ આ તાજ ૧૯૯૯માં જીત્યો હતો. તેના નામ ઉપર ઘણા એવોર્ડ્સ છે. લીલા લોપ્સની હાઈટ ૫ ફૂટ સાડા દસ ઇંચ જેટલી છે. તે મિસ ફોટોજેનિકનું ટાઈટલ જીતવામાં પણ સફળ રહી હતી.
વિશ્વની તમામ ખૂબસૂરત યુવતીઓને પછડાટ આપીને લીલા લોપ્સ સફળ રીતે ઊભરી આવી છે. તે ગરીબ લોકોની મદદ કરવા માગે છે. સાથે સાથે એઇડ્સગ્રસ્ત લોકોની પણ મદદ કરવા માગે છે. મિસ યુનિવર્સ બનવા બદલ લીલા લોપ્સ પર ઇનામો અને નાણાંનો વરસાદ શરૃ થઈ ગયો છે. વિશ્વમાં એક અબજ લોકોએ આ સ્પર્ધા નિહાળી હતી.
નામ :     લીલા લોપ્સ
જન્મ તારીખ     :     ૨૬મી ફેબ્રુઆરી ૧૯૮૬
હાલની વય      :     ૨૫ વર્ષ
જન્મ સ્થળ :     બેગ્વેલાઅંગોલા
નિવાસ સ્થાન    :     બ્રિટન
હાઈટ :     પાંચ ફૂટ સાડા દસ ઇંચ
હેર કલર   :     ડાર્ક બ્રાઉન
આંખનો કલર    :     ડાર્ક બ્રાઉન
ટાઈટલ    :     મિસ અંગોલા (૨૦૧૧)
                મિસ યુનિવર્સ (૨૦૧૧)
  • યુક્રેનની ઓલેસિયા સ્ટેફેન્કો પ્રથમ રનર્સ અપ
  • બ્રાઝિલની પ્રિન્સેલા મછેદો સેકન્ડ રનર્સ અપ