Tuesday, September 13, 2011

ડુંગળી- ગ્રીન ટીથી હાર્ટના રોગો અને ડાયાબિટીસ મટે છે


લંડનતા.૧૩
તમે જ્યારે વધુ ચરબી ધરાવતાં અને વધારે કાર્બોહાઈડ્રેટ્સવાળો ખોરાક ખાતા હો ત્યારે તેની સાથે જો ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે અને ગ્રીન ટી પીવામાં આવે તે તેનાથી હાર્ટના રોગો અને ડાયાબિટીસ સામે રક્ષણ મેળવી શકાય છે અને લીવરની તકલીફ તેમજ મેદસ્વીતા ઘટાડવામાં પણ તે ઉપયોગી પુરવાર થાય છે. ઓલીવનાં પત્તાંનો અર્ક લેવાથી પણ આ દર્દોમાં રાહત મળે છે.
સધર્ન ક્વિન્સલેન્ડ યુનિર્વિસટીના પ્રોફેસર લિન્ડસે બ્રાઉનના જણાવ્યા મુજબ તેમણે વધુ સુગર અને વધારે ફેટ ધરાવતો ઓછો પોષક આહાર આપીને ઉંદરો પર આ પ્રયોગો કર્યા હતા. કેટલાક કિસ્સામાં ઉંદરની હોજરીમાં આવેલા એનિમલ્સ ફેટ પેડ્સમાં સોજો ચડે તેવા દાહક સેલ્સનું પ્રમાણ ઘટયું હતું. આમ લોહીમાં વધારાની ચરબીનો સંગ્રહ ઘટયો હતો.
  • લીવરની તકલીફ અને મેદસ્વીતા સામે પણ રક્ષણ આપે છે
ઉંદરોને ડુંગળીગ્રીન ટી અને ઓલિવનાં પત્તાંનો અર્ક તથા પર્પલ છાલ ધરાવતાં ગાજર તેમજ ચીયા સીડ્સનો ખોરાક આપવામાં આવતો હતો જેને કારણે ચરબી વધારતાં કોષોનું સર્જન ઘટયું હતું અને વજનમાં પણ ઘટાડો થયો હતો. આવા ઉંદરોનાં લીવર અને હૃદયની કામગીરી પણ સુધરી હતી.
સંશોધનનાં તારણો પરથી બ્રાઉને કહ્યું હતું કે, ' લોકોએ મેદસ્વીતા ઘટાડવા માટે અને હાર્ટના રોગોથી બચવા માટે ઓછું ખાવાને બદલે સારું ખાવું જોઈએ. ઓલિવનાં પત્તાંમાં અને ડુંગળીમાં ફ્લેવોનોઈડ નામનું તત્ત્વ રહેલું છે જે સફરજન અને ચા તેમજ રેડ વાઈનમાંથી પણ મેળવી શકાય છે.'