Friday, September 2, 2011

આ મચ્છરદાની તો ગજબ કહેવાય

લંડન 31, ઓગસ્ટ

આફ્રિકાના કેટલાંક વિસ્તારોમાં મેલેરિયા ફેલાવનારા મચ્છરો ગાયબ થઇ ગયા છે. બીસીસીની રિપોર્ટ પ્રમાણે આ બદલાવથી વૈજ્ઞાનિકો પણ હેરાન છે. મેલેરિયા જર્નલના આંકડાઓ પ્રમાણે તંજાનિયા, ઇરિટ્રિયા, રવાંડા, કેન્યા અને જામ્બિયા જેવા મેલેરિયા પ્રભાવિત દેશોમાં કિટક મારવાની દવાઓથી યુક્ત મચ્છરદાનીના પ્રયોગથી આ બદલાવ જોવા મળી રહ્યો છે.

સંશોધનકર્તાનું માનવું છે કે આ કહેવું પણ મુશ્કેલ છે કે આ દેશોમાં મેલેરિયા ફેલાવતા મચ્છરો હંમેશા માટે ખતમ થઇ ગયા છે કે પછી તેઓ વધારે બમણાં વેગથી હુમલો કરશે. ડેનમાર્ક અને તંજાનિયાના વૈજ્ઞાનિકો છેલ્લા દસ વર્ષથી આ દેશોમાં પકડાયેલા મચ્છરોની ગણતરી કરે છે. આ માટે એકલા તંજાનિયામાં હજારો મચ્છર પકડવા માટેના જાળ લગાવવામાં આવ્યા હતા.

વર્ષ 2004માં વૈજ્ઞાનિકોએ 5000થી વધારે કીટકો પકડ્યા હતા જ્યારે 2009માં તેની સંખ્યા ઘટીને 14 રહી ગઇ હતી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ આંકડાઓ એ ગામના છે, જ્યાં મચ્છરદાનીનો પ્રયોગ નથી થતો.

વૈજ્ઞાનિકો એવું પણ માની રહ્યા છે કે પર્યાવરણમાં બદલાવને કારણે મચ્છર આફ્રિકાના કેટલાક વિસ્તારોમાંથી ઓછા થઇ રહ્યા છએ. છેલ્લા 10 વર્ષોમાં વરસાદની પદ્ધતિમાં બદલાવ આવ્યો છે. તંજાનિયાના કેટલાક ભાગોમાં વરસાદ વાળા સ્થાનથી સૂચિથી બહાર થઇ જાય છે. તેનાથી મચ્છરોને પેદા થવાની પ્રાકૃતિક સ્થિતિ ખતમ થઇ જાય છે.