Friday, September 2, 2011

ભારતમાં ૨૦૧૫ સુધીમાં ૪,૦૩,૦૦૦ કરોડપતિઓ હશે


હોંગકોંગતા.૩૧
ચીન અને ભારત જેવા ઝડપથી વિકસતા અર્થતંત્રમાં કરોડપતિઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ૨૦૧૫ સુધીમાં ભારતમાં કરોડપતિઓની સંખ્યા ૪,૦૩,૦૦૦ સુધી પહોંચે તો નવાઈ નહીં. ૨૦૧૫ સુધીમાં એશિયામાં ૧૬. ૬ કરોડ લોકો કરોડપતિઓ થઈ જશે. આ સાથે જ વિશ્વમાં કરોડપતિઓની સંખ્યા ૨૮.૨ કરોડને પાર થઈ જશે.
સ્વીડનના એક વેલ્થ મેનેજર જુલીયસ બાએરે કરેલા સર્વેના તારણમાં બહાર આવ્યું છે કે,આગામી પાંચ વર્ષમાં હાઈ નેટવર્થ ઈન્ડિવીડયુઅલ્સ (એચએનઆઈ) કે જેની સંપત્તિ હાલ ૧૦ લાખ ડોલર કે તેથી વધુ છે તે વધીને પાંચ વર્ષમાં ત્રણ ગણી એટલે કે ૧૫.૮ ટ્રિલિયન ડૉલર થઈ જશે.
  •  એશિયામાં ૧૬. ૬ કરોડ લોકો કરોડપતિઓ થઈ જશે
એશિયામાં અડધો અડધ કરોડપતિઓ તો ચીનમાં છે. ચીનના કરોડપતિઓની સંયુક્ત સંપત્તિ ૮.૮ ટ્રિલિયન ડોલર છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતાં ચીનમાં ૫,૦૨,૦૦૦ મિલિયન એચએનઆઈ છે. જેમની રોકાણપાત્ર સંપત્તિ ૨.૬ ટ્રિલિયન ડૉલર છે.
 આગામી પાંચ વર્ષમાં ભારતમાં પણ મિલિયન કરોડપતિઓની સંખ્યામાં બમણો વધારો થશે. ભારતમાં કરોડપતિઓની સંખ્યા ૪,૦૩,૦૦૦ના આંકડાને પાર થઈ જશે. જ્યારે ઈન્ડોનેશિયામાં આ સંખ્યા ત્રણ માસના ગાળામાં જ ૯૯,૦૦૦ જેટલી થશે. ચાલુ વર્ષ અને આગામી વર્ષમાં વિશ્વના વૃદ્ધિ દરમાં ભારત અને ચીનનો સંયુક્ત હિસ્સો ૪૦ ટકાથી વધુનો રહેશે.
દેશ     કરોડપતિઓની સંખ્યા    કરોડપતિઓની મિલકત
ચીન ૧૩,૭૮,૦૦૦   ૮૭૬૪ અબજ ડૉલર
ભારત      ૪૦૩,૦૦૦    ૨૪૬૫ અબજ ડૉલર
ઈન્ડોનેશિયા      ૯૯,૦૦૦   ૪૮૭ અબજ ડૉલર
ફિલિપાઈન્સ ૩૮,૦૦૦   ૧૬૪ અબજ ડૉલર
થાઈલેન્ડ   ,૨૮,૦૦૦   ૬૦૯ અબજ ડૉલર
દક્ષિણ કોરિયા ૩૧૦,૦૦૦   ૧૬૪ અબજ ડૉલર
મલેશિયા   ૬૮,૦૦૦    ૩૨૯ અબજ ડૉલર
તાઈવાન   ૧૩૬,૦૦૦   ૫૯૩ અબજ ડૉલર
હોંગકોંગ    ૧૩૧,૦૦૦   ૭૧૧ અબજ ડૉલર
સિંગાપુર   ૧૨૯૦૦૦    ૬૧૬ અબજ ડૉલર
કુલ ૨૮,૨૦,૦૦૦     ૧૫૮૧૨ અબજ ડૉલર