Thursday, September 8, 2011

વર્બલ રિઝનિંગની સચોટ તૈયારી










 
 

ટાર્ગેટ G-CET નિશાંત પટેલ
GCET ની પરીક્ષાના ચાર મુખ્ય અવયવો છે : (૧) GENERAL AWARENESS (2) QUANTITATIVE APTITUDE (3) LOGICAL REASONING yLku (4) VERBAL REASONING. ગયા પ્રસંગમાં આપણે જોયું કu QUANTITATIVE APTITUDE (એટલે કે ગણતરી) અને MATEMATICS (એટલે કે ગણિત) વચ્ચે કેટલો મોટો તફાવત છે. જે લોકો સામાન્ય રીતે જેને ગણિતની કસોટી માની બેસે છે તે QUANTITATIVE APTITUDEની પરીક્ષા ખરેખર તો ગણતરીની કસોટી છે. આ વખતે આપણે VERBAL REASONING શું તે જોશું. અલબત્તઆ કોલમનો હેતુ એ છે કેવાચકગણને GCET ની પરીક્ષા ખરેખર શું ચકાસે છે તેનો એક વાજબી અંદાજ આપવો. આવો અંદાજ શેના પરથી મેળવી શકાયભલાGCETના BROCHURE પરથી જણાશે કે ય્ઝ્રઈના પ્રશ્નો CAT/ GMAT/ GRELkk પ્રશ્નો પર આધારિત હોય છે. CATના પાછલાં પ્રશ્નપત્રાu I.I.M. દ્વારા જ Cat Bulletinમાં વર્ષોવર્ષ ઉપલબ્ધ થતાં આવ્યાં હતાં. GMAT અને GREનાં પાછલાં પ્રશ્નપત્રો તો બે પરીક્ષાઓનું જે સંસ્થા સંચાલન કરે છે તે જ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે.તો આ સિવાયનાં કોઈ પણ પ્રશ્નપત્રોને અડકવું જ શું કામ?આવાં પ્રશ્નપત્રો ન મળતાં હોય અને ફાંફા મારીએ તો સમજ્યાંપણ જ્યાં તેની ઉપલબ્ધિ છે જ પછી બીજી કોઈ કચરાપટ્ટીને અડીને હાથ શું કરવા ગંદા કરવા?
GMATના પાછલા પ્રશ્નપત્રમાં એક SENTENCE CORRECTIONનો પ્રશ્ન જોઈએ. પ્રશ્નમાં એક નાનો ફકરો છે જેનો અમુક ભાગ NDERLINED છે. ફકરાની નીચે પાંચ વિકલ્પ આપેલ છે. જો NDERLINED ભાગ યોગ્ય લાગે તો વિકલ્પ ૧ને વરમાળા પહેરાવવી અને જો ન લાગે તો બાકીના ચાર વિકલ્પમાંથી કોઈ પણ એકને ચૂંટવો.
A few years ago, a study by British advertising agency Joshua concluded that animals were more reliable than celebrities when it came to endorsing products.
(1)       animals were more reliable
(2)       animals were more trustworthy
(3)       animals could certainly be considered more dependable
(4)       animals were more reliant
(5)       animals might be reckoned as more reliable
ઉપરોક્ત ફકરામાં ‘CONCLUDED’ શબ્દનો પ્રયોગ થયો છે. CONCLUDED એટલે તારણ કાઢવું અથવા નક્કી કરવું,પણ ઉપરોક્ત સંદર્ભમાં એનો શો અર્થ થાયબ્રિટનની એક એડવર્ટાઇઝિંગ એજન્સીએ એમ નક્કી કર્યું કેજ્યારે કોઈ પણ બનાવટનો પ્રચાર કરવાનો વારો આવે ત્યારે બહુપ્રચલિત માણસો કરતાં પ્રાણીઓ વધુ RELIABLE છે. કોઈ પણ વસ્તુ નક્કી ક્યારે થાયતેમાં કોઈ અનિશ્ચિતતા ન પ્રવર્તે. એટલે આમ હોઈ શકે’ અને આવું પણ બને’ એવી અડધી-પડધી વાતો ન ચાલે. ‘COULD’ અને ‘MIGHT’ શબ્દો અનિશ્ચિતતા દર્શાવે છે. માટે વિકલ્પ ૩ અને ૫ નહીં જ ચાલે. વિકલ્પ ૧૨ અને ૪ જોવાના રહે. વિકલ્પ ૧માં પ્રાણીનું વર્ણન ‘RELIABLE’ શબ્દથી થયેલ છેવિકલ્પ ૨માં‘TRUSWORTHY’ અને વિકલ્પ ૪માં ‘RELAINT.’ હવે જાણે RELIANT એટલે પરાવલંબી એટલે કોઈ બીજા ઉપર નભતું હોય તે અને તેટલે જ RELIANT નહીં ચાલેકારણ કે એડવર્ટાઇઝિંગ એજન્સી પ્રાણી અથવા બહુપ્રચલિત માણસો પર નભતી હોય ન કે પ્રાણીઓ અને બહુપ્રચલિત માણસો AD AGENCY પર નભતાં હોય છે. અમિતાભ બચ્ચનને આ લાલ તેલ માથામાં નાખવા જેવું છે’ એટલું બોલાવવા હાટુ થઈને AD AGENCYએ કેટલા તો કાલાંવાલાં કરવા પડે. પણ MOUNTAIN DEW ની જાહેરાતમાં જો કોઈને યાદ હોય તો તે ઠંડાં પીણાનું ડબલું એક ચિત્તા પાસેથી એક માણસ ઝૂંટવી લે છે એવો કંઈક ખેલ છે. ચિત્તાને તો સાંકળ બાંધેલી તૈયાર જ હોય. જ્યાં અને જ્યારે દોરી જવો હોય તો બચાકડો છાનોમાનો હાલ્યો આવે. અમિતાભ નો પણ આવે. હવે કોઈ પણ શબ્દકોશમાં જુઓ તો‘RELIABLE’ હેઠળ ‘TRUSTWORTHY’ અને ‘TRUSTWORTHY’ હેઠળ ‘RELIABLE’ શબ્દ જોવા મળશે. તો બેમાંથી કયો લાગુ પડે. RELIABLE એટલે જેના પર આધાર રાખી શકાય અને RUSTWORTHY એટલે જેના પર વિશ્વાસ કરી શકાય. ઘરે ઓચિંતા મહેમાનોનું ધાડિયું આવી ચડે અને લોટ ન હોય અને બાજુમાં આવેલ સ્ટોરમાં ફોન કરીને કહીએ કે : વલ્લભભાઈતાબડતોબ ITCના ઘઉંના લોટનું પાંચ કિલોનું પેકિંગ મોકલાવોને અને વલ્લભભાઈ ખરેખર પટ કરતો માણસ મોકલે તમારે ત્યાં પાંચ કિલોનું લોટનું પોટલું મોકલાવી દે તો વલ્લભભાઈને RELIABLE તરીકે ગણી શકાય.પણ માનો કે ઓચિંતાનું બહારગામ જવાનું થાય અને ઘરમાં ૧૦૦ તોલા સોનું પડયું હોય તો શબ્દકોશમાં ‘RELIABLE’અને ‘TURSTWORTHY’ સમાનાર્થી શબ્દ છે એટલે તે ૧૦૦ તોલાનું પોટલું વલ્લભભાઈને સોંપી શકાયઘોઘા ઠરીએ,ઘોઘા. માટે જ ઉપરોક્ત પ્રશ્નમાં વિકલ્પ ૧ સાચો છે. VERBAL REASONING એટલે શુંકયા સંદર્ભમાં કયો શબ્દ વાપરવો અને બાકીના કેમ નહીં તે જાણકારી એટલે VERBAL REASONING.
એક કોયડો પૂછું?
if A, B and C are real numbers such that B - A = C- B and A*B*C = 64, what is the smallest possible value of B?
(1) 64 (2) 32 (3) 16 (4) 8 (5) 4
તમારો જવાબ ચકાસવો છેતો લખો  
query@catalysis.co.in પર.