
લંડન, તા. ૧૪
જો તમારે બ્યુટી ડાયેટ લઈને શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું હોય તો અહીં કેવો ખોરાક લેવો જોઈએ તેની વૈજ્ઞાનિકોએ ટિપ્સ આપી છે. આ બ્યુટી ડાયેટ લેવાથી તમારી ચામડી તેજસ્વી અને ચમકીલી બને છે અને વાળનો ગ્રોથ વધે છે તેમજ વાળ ખરતા અટકે છે અને આંખોનું તેજ વધે છે. સંશોધકોએ શરીરને ચૂસ્ત અને સ્ફૂર્તિ લું રાખવા માટે અનેક સંશોધનો પછી આ બ્યુટી ડાયેટ તૈયાર કર્યું છે.
સંશોધકો કહે છે કે ચુસ્તૂ અને સ્ફૂર્તિ જાળવવા તમારે એકટાણાં કે ઉપવાસ કરવાની કે ડાયેટિંગ કરવાની જરૃર નથી જો યોગ્ય અને પોષણક્ષમ ખોરાક લેવામાં આવે તો તમે આપોઆપ સ્ફૂર્તિ લા રહો છો.
આંખોનું તેજ જાળવવા કયો આહાર બેસ્ટ...
લીલાં શાકભાજી ખાઓ : સંશોધકોના મતે આંખોનું તેજ જાળવવા માટે લોકોએ હંમેશાં લીલાં શાકભાજી ખાવાં જોઈએ, જેમાં તાંદળજાની ભાજી તેમજ મેથીની ભાજી અને અન્ય લીલી ભાજીઓ, ફૂલગોબી જેવું શાક વગેરે ખાવાં જોઈએ, જેમાં કેરોટેઇનોઇડ જેવાં તત્ત્વો આવેલાં છે જે ઝિઆઝેન્થિનાન તરીકે પણ ઓળખાય છે, આ તત્ત્વો તમારી આંખમાં રહેલા કોષોને મજબૂત અને ચમકદાર રાખે છે જેને કારણે આંખોનું તેજ વધે છે. આત્ લીલાં શાકભાજીને વધારે પડતા ચડાવીને ખાવાને બદલે જો બાફીને ખાવામાં આવે તો તેમાં રહેલાં સત્ત્વો જળવાઈ રહે છે જે વધારે ગુણકારી છે. મોસંબી અને અન્ય શાકભાજીમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો તેમજ ફાઇબરને કારણે આંખોની ઝાંખપ પણ દૂર થાય છે.
ચામડીને ચમકતી રાખવા કયો આહાર શ્રેષ્ઠ...
દહીં : દહીમાં રહેલા બેક્ટેરિયાને કારણે તમારી ચામડીમાં કરચલીઓ પડતી નથી અને ચામડીની ચમક જળવાઈ રહે છે, જેમને એક્ઝિમા થયો હોય તેઓ જો દરરોજ ભોજનમાં દહીં ખાય તો તેમના માટે આ ઉત્તમ આહાર છે.
માછલી : વધારે તૈલી પદાર્થો ધરાવતી સાર્ડિનેસ અને મેકેરેલ જેવી માછલીઓમાં ઓમેગા-૩ ફેટ્ટી એસિડ ભરપૂર માત્રામાં રહેલું હોય છે જે ચામડીના રોગો સામે રક્ષણ આપે છે અને ચામડીનું મોઇશ્ચરાઇઝર્સ જળવાઈ રહે છે, તેનાથી ચામડીની લવચિકતા જળવાઈ રહે છે અને ચામડી પર કાળાં કુંડાળાં પડતાં નથી તેમજ ચામડી કૃશ થતી નથી.
બેરીઝ : સ્ટ્રોબેરીઝ અને બ્લુબેરીઝ જેવાં ફળો પણ ચામડીની ચમક જાળવવા ઉપયોગી છે, તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ અને સાયટોન્યુટ્રિઅન્ટ્સ તત્ત્વો લોહીને શુદ્ધ રાખે છે અને ચામડીને કાળી થતી અટકાવે છે. ચામડીમાં રહેત્ કોલેજનાં તત્ત્વો જળવાઈ રહેતાં ચામડી ચમકદાર અને સુંવાળી બને છે.
નખને બટકતા અટકાવવા શું ખાશો...
નખને બટકતા અટકાવવા માટે ચીકન, ટર્કી, માંસ, દૂધ અને ચીઝ, આથેલી વસ્તુઓ, પીનટ્સ,બીન્સ અને જાડાં ધાન્યમાંથી બનાવેલો ખોરાક ખાવો જોઈએ. કોળાનાં બીજ જો નિયમિત ખાવામાં આવે તો તેમાંથી મળતાં ઝિન્ક જેવા તત્ત્વો નખની સંભાળ માટે બેસ્ટ છે. કેટલાક શાકાહારી ખોરાકમાં સાયટિક એસિડ હોય છે તેથી વિટામિન સી ધરાવતો ખોરાક વધુ લેવામાં આવે તો તેનાંથી નખનું આયુષ્ય વધે છે.
વાળની સંભાળ...
વાળનો ગ્રોથ વધારવા માટે ચીકન અને ટર્કી જેવો માંસાહારી ખોરાક લેવો જોઈએ. જેમાં પ્રોટિન વિપુલ માત્રામાં હોય છે જેનાંથી વાળ ખરતા અટકે છે, સુંવાળા બને છે અને લાંબા રહે છે. ઓછી ચરબી ધરાવતી દૂધની બનાવટો પણ વાળ માટે બેસ્ટ છે, જેમાં સ્કીમ્ડ મિલ્ક, દહીં અને ચીઝ ખાવાથી વાળ ચમકદાર અને સુંવાળા બને છે, જે લોકોને વધારે કોલેસ્ટરોલ હોય તેઓ જો ઈંડાં ખાતા હોય તો દિવસમાં એક ઈંડું ખાવાથી વાળનો ગ્રોથ વધે છે, તેમાં રહેલાં વિટામિન બી-૧૨નાં તત્ત્વો વાળને ખરતા અટકાવે છે.
સાલ્મોન માછલી : સાલ્મોન માછલીમાં ઓમેગા-૩ તેમજ ફેટ્ટી એસિડ અને વિટામિન બી-૧૨ તથા લોહતત્ત્વો હોય છે જે વાળને સુંવાળા અને ઘટાદાર બનાવે છે.
ફ્લેક્સ સીડ : ભીંડાની જાતનો એક છોડ છે જેનાં બીજ ખાવાથી પણ વાળ સુંવાળા અને ઘટાદાર બને છે. શાકાહારી લોકો માટે તે ઉત્તમ છે.
ઓયસ્ટર : કાળુ નામે ઓળખાતી આ માછલી ખાવાથી પણ વાળનો ગ્રોથ વધે છે તેમાં રહેલા ઝિન્ક વોને કારણે વાળ ચમકદાર રહે છે.
ઘઉં અને બ્રાઉન રાઇસ : ઘઉં અને બ્રાઉન રાઇસ તેમજ ફોર્ટિફાઇડ ખોરાક દરરોજ ખાવાથી પણ વાળ ખરતા અટકે છે અને જથ્થામાંં રહે છે.