ન્યૂ યોર્ક, તા.૧૪
નંબર વન ક્રમાંકિત સર્બિયાના નોવાક યોકોવિચે યુએસ ઓપનમાં ચેમ્પિયન બનવાની સાથે જ આ વર્ષે ત્રીજું ગ્રાન્ડસ્લેમ મેળવ્યું હતું. ચેમ્પિયન બનવાની સાથે જ યોકોવિચે આ વર્ષની ઇનામી રકમનને વિક્રમી સ્તરે પહોંચાડી દીધી છે. યોકોવિચે ૨૦૧૧માં ૬૬ મેચમાંથી ૬૪માં જીત મેળવીને આ વર્ષે પોતાની ઇનામી રકમને ૧ કરોડ ૬ લાખ ડોલર (૫૦ કરોડ ૪૩ લાખ રૂપિયા)ના રેકોર્ડ સ્તરે પહોંચાડી હતી. જે એટીપી વર્લ્ડ ટૂરની મની લિસ્ટમાં એક રેકોર્ડ છે. યુએસ ઓપનની ફાઈનલમાં નાદાલે હરાવીને યુએસ ઓપનમાં ચેમ્પિયન બનેલા યોકોવિચને ૨૩ લાખ ડોલર મળ્યા હતા. જેમાં ૧૮ લાખ ડોલરની ઇનામી રકમ અને ૫ લાખ ડોલર યુએસ ઓપન સિરીઝ સ્ટેન્ડિંગમાં ટોપ પર રહેવા બદલ મળ્યા હતા. આ પહેલાં ૨૦૧૦માં સ્પેનના રાફેલ નાદાલ અને ચાર વર્ષ પહેલાં સ્વિત્ઝરલેન્ડનો રોજર ફેડરર આ રકમ સુધી પહોંચ્યા હતા. આ બન્ને ખેલાડીઓએ લગભગ ૧ કરોડ બે લાખ ડોલરની કમાણી કરી હતી.
ટેનિસ ખેલાડીઓની કમાણી
| ખેલાડી | કમાણી |
| રોજર ફેડરર | ૨,૮૬,૧૭,૫૫,૧૧૦ રૂપિયા |
| પીટ સામ્પ્રસ | ૨,૦૩,૪૧,૮૨,૯૮૩ રૂપિયા |
| રાફેલ નાદાલ | ૨,૦૦,૫૨,૬૬,૮૪૪ રૂપિયા |
| આન્દ્રે અગાશી | ૧,૪૬,૬૧,૮૯,૮૨૫ રૂપિયા |
| નોવાક યોકોવિચ | ૧,૩૩,૧૩,૪૪,૩૨૫ રૂપિયા |
|
|
|
|