Sunday, September 25, 2011

દુનિયામાં કરન્સી વોર છેડાઇ જવાનો પ્રણવનો સ્પષ્ટ સંકેત



વોશિંગ્ટન,તા. ૨૪
નાણાંપ્રધાન પ્રણવ મુખરજીએ આજે કહ્યું હતું કે જો વર્તમાન આર્થિક સંકટ વધુ ઘેરુ બનશે તો સમગ્ર વિશ્વમાં કરન્સી વોર છેડાઇ શકે છે. પ્રણવે જરૃરી ચીજવસ્તુઓના વધતા જતા ભાવને એક મોટા ખતરા તરીકે ગણાવીને પ્રણવે કહ્યું હતું કે,વિકસિત દેશો પાસેથી વિકાસશીલ દેશો ઘણી અપેક્ષા રાખે છે. પાકની ઉત્પાદકતા વધારવા માટે મૂડી રોકાણમાં વધારો કરે તે જરૃરી છે. પાકની ઉત્પાદકતા વધારવા માટે મૂડી રોકાણની અપીલ કરીને પ્રણવ ઘણાં મુદ્દા ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. આઈએમએફનાં બ્રિક્સ દેશોનાં નાણામંત્રીઓ સાથે પત્રકાર પરિષદમાં પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કેકરન્સી વોરને વાતચીત મારફતે ટાળી શકાય છે. સ્પર્ધાત્મક ડીવેલ્યુશન મારફતે આને ટાળી શકાય નહીં. મુખર્જીએ એમપણ કહ્યું હતું કેબ્રિક્સ દેશોમાં ચાલતા ચલણને પ્રોત્સાહન આપવા પગલા લેવા જોઈએ કારણ કે વિશ્વનાં કુલ ઉત્પાદન અને અર્થવ્યવસ્થામાં આ તમામ દેશોની હિસ્સેદારી વધી રહી છે. પ્રણવે કહ્યું હતું કેઅમે કોઈપણ સલાહ આપી રહ્યા નથી કારણ કે એવા ઘણાં મુદ્દા છે જે મુદ્દાઓ ઉપર ધ્યાન આપવાની જરૃર છે. પ્રણવે જી-૨૪ દેશોનાં નાણા પ્રધાનોની મિટિંગમાં અન્ય ઘણાં મુદ્દા ઉઠાવ્યા હતાં. ગુરૃવાર સાંજે જી-૨૪ની મિટિંગ યોજાઈ હતી. નાણામંત્રીએ ખૂબજ શાનદાર રીતે સળગતા મુદ્દા ઉઠાવ્યા હતાં અને કહ્યું હતું કેકૃષિમાં મૂડીરોકાણ અને પ્રોડક્ટિવિટીને વધારવા માટે જી-૨૪ દેશોની પ્રાથમિકતા હોવી જોઈએ. તમામ દેશોને ફુડ સિક્યુરિટી મળી શકે તે અતિજરૃરી છે. કોમોડિટી માર્કેટમાં પારદર્શકતા લાવવાની જરૃરિયાત ઉપર તેઓએ ભાર મૂક્યો હતો. જી-૨૪ દેશ મહત્વકાંક્ષી પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપે તે જરૃરી છે. ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાઓએ ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા હાંસલ કરી છે પરંતુ નિરાશાજનક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં કારણે ઘણી અડચણો આવી રહી છે.
પ્રણવ મુખર્જીએ શું કહ્યું?
        કૃષિમાં મૂડીરોકાણને વધારવા પર ભાર મૂક્યો
        કૃષિમાં ઉત્પાદકતા વધારવાની તાકીદની જરૃર છે
        ફુડ સિક્યુરિટીની દિશામાં આગળ વધવાની જરૃર
        કોમોડિટી માર્કેટમાં પારદર્શકતા લાવવાની જરૃર
        જી-૨૪ દેશોએ મહત્વકાંક્ષી પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપવું જોઈએ
        ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓએ ઝડપથી વિકાસની ક્ષમતા હાંસલ કરી છે પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિરાશાજનક છે
        સ્પર્ધાત્મક ડીવેલ્યુશનથી નહીં બલકે વાતચીત મારફતે કરન્સી વોરને ટાળી શકાય છે
        બ્રિક્સ દેશોમાં ચાલતા ચલણને પ્રોત્સાહન મળવું જોઈએ