Tuesday, September 20, 2011

Strange facts-Animals


રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓમાં શાર્કનો ઉપયોગ કરવામાં આવે છે.

રાતે જોવાની ક્ષમતા મનુષ્યો કરતાં ઘોડામાં વધુ સારી હોય છે.

શાર્ક જ્યારે જન્મે છે ત્યારે તેમની લંબાઈ પાંચ ફૂટ જેટલી હોય છે.

બકરીને ઉપરના આગળના દાંત નથી હોતા.

હાથી જ્યારે ખુશ હોય ત્યારે એકબીજાની સૂંઢમાં સૂંઢ પરોવીને તેમની ખુશી વ્યક્ત કરતા હોય છે.

અત્યાર સુધીમાં ઘોડા દ્વારા મારવામાં આવેલો સૌથી ઊંચો કૂદકો ચિલીના હૌસો નામના ઘોડાના

કાચિંડાની જીભ પર ચીકણું પ્રવાહી સ્ત્રવતું હોય છે જે તેને ખોરાક પકડવામાં મદદ કરે છે.

આફ્રિકન હાથીને ખોરાક ચાવવા માટે ચાર દાંત હોય છે.

સસલાનું આયુષ્ય દસ વર્ષનું હોય છે.

વિશ્વનો સૌથી ઝડપી ચાલતો સાપ બ્લેક મમ્બા છે. જે સાત માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.

ઓક્ટોપસ જ્યારે પરેશાનીમાં કે ચિંતામાં હોય ત્યારે તે પોતાનો જ હાથ ખાઈ જતાં હોય છે.

હાથીના મગજનું વજન ૫,૨૦૦ ગ્રામ હોય છે.

વ્હેલ માછલીના મગજનું વજન ૭,૦૦૦ ગ્રામ હોય છે.

આઈસલેન્ડમાં કૂતરાં પાળવા પર પ્રતિબંધ છે.

ઊંટને આંખ પર ત્રણ પાંપણો હોય છે, જે રણમાં ઊડતી ડમરીઓની સામે આંખનું રક્ષણ કરે છે.

મચ્છર અડતાલીસ દાંત ધરાવે છે.

વિશ્વનો ઝડપી ઘોડો પચાસ લાખ વર્ષ અગાઉ થઈ ગયો. તેને હાયરેકોથેરિઅમ તરીકે ઓળખવામાં આવતો. તેનું કદ શિયાળ જેટલું હતું.

છછુંદર સૂર્યપ્રકાશમાં જોઈ શકતા નથી.

સસલાનું આયુષ્ય દસ વર્ષનું હોય છે.

દુનિયાનું સૌથી વજનદાર ગરુડ દ. અમેરિકાનાં જંગલોમાં જોવા મળતું હાર્સી ઈગલ છે.

બકરીને ઉપરના આગળના દાંત નથી હોતા

પ્રાણીજગતમાં કાચબો સૌથી વધુ આયુષ્ય ધરાવે છે.

દુનિયાનું સૌથી વજનદાર ગરુડ દ. અમેરિકાનાં જંગલોમાં જોવા મળતું હાર્સી ઈગલ છે.

છછુંદર સૂર્યપ્રકાશમાં જોઈ શકતા નથી.

હાથીનાં દાંતનો વજન નવ પાઉન્ડથી પણ વધારે હોય છે.

શાર્ક માછલી ૧૦૦ વર્ષ ઉપર જીવે છે.

એલિફન્ટ સીલ રેતીના ઢગમાં મનુષ્યો કરતાં પણ વધુ ઝડપથી ચાલે છે.

ગોરીલા તેના જીવનનો મોટો સમય ખાવા પાછળ જ વિતાવે છે.

સમગ્ર વિશ્વમાં ૧૮,૦૦૦ જાતનાં તીડ જોવા મળે છે.

માદા પતંગિયું નર પતંગિયા કરતાં દેખાવમાં થોડું મોટું હોય છે ને તે નર કરતાં વધારે લાંબું જીવે છે.

બધાં જ પ્રાણીઓમાં જિરાફનું બ્લડ પ્રેશર સૌથી ઊંચું હોય છે.

ડ્રેગનફ્લાય નામના પતંગિયાનું આયુષ્ય ચોવીસ કલાકનું હોય છે.

માત્ર મનુષ્યો જ નહીં પરંતુ પ્રાણીઓમાં પણ બગાસાંની ક્રિયા જોવા મળે છે.

શાર્ક માછલી જ એકમાત્ર એવી પ્રજાતિ છે જે ક્યારેય કેન્સરનો શિકાર નથી બનતી.

ગોરિલા દિવસના ચૌદ કલાક ઊંઘવાની ટેવ ધરાવે છે.

હાથી ૨૪ કિમી દૂરથી પાણીના સ્ત્રોતને પારખી શકે છે અને તરસ છીપાવવા એ દિશામાં દોડે છે.

બિલાડીઓ અલ્ટ્રાસાઉન્ડ સાંભળવાની ક્ષમતા ધરાવે છે.

બિલાડીઓ અલ્ટ્રાસાઉન્ડ સાંભળવાની ક્ષમતા ધરાવે છે.