Tuesday, September 20, 2011

Strange Facts-Kids


સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા ૮ મિનિટ અને ૧૭ સેકન્ડનો સમય લાગતો હોય છે.

સર આઈઝેક ન્યૂટનની માતા ન્યૂટનને ખેડૂત બનાવવા માંગતી હતી અને તે માનતી હતી કે ખેડુત બનવા માટે શિક્ષણની જરૂર નથી.

સત્તર વર્ષની ઉંમરે રાફેલે ચિત્રકળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી.

લોકસભામાં એક પણ દિવસ ન જનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ હતા.

વોલ્ટ ડિઝની ઉંદરોથી ડરતા હતા.

નાઈલ નદી ૬,૬૯૦ કિમી લંબાઈ ધરાવે છે.

સ્પેનનો અર્થ સસલાંનું શહેર એવો થાય છે.

એક પેન્સિલની મદદથી ૩૫ માઈલ લાંબી રેખા દોરી શકાય છે.

વિશ્વમાં સૌથી વધુ વેનિલા ફ્લેવરનો આઈસ્ક્રીમ પસંદ કરવામાં આવે છે.

અવકાશયાત્રી નીર્લ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલાં ડાબો પગ મૂક્યો હતો.

બરફને પ્રવાહી એમોનિયામાં રાખવામાં આવે તો તે પીગળતો નથી.

પેંગ્વિન એ એકમાત્ર એવું પક્ષી છે જે પાણીમાં તરી શકે છે પણ ઊડી નથી શકતું.

અબરખ ધાતુનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે.

લક્કડખોદ પક્ષી એક સેકન્ડમાં 20 વખત પોતાની ચાંચથી પ્રહાર કરી શકે છે.

દુનિયાની તમામ કીડીઓનું વજન વિશ્વના તમામ મનુષ્યો કરતાં વધારે છે.

વોલ્ટ ડિસની કે જેઓ મિકિ માઉસ કાર્ટુનનાં રચયિતા છે, તેઓ વાસ્તવમાં ઉંદરથી ડરતા હતાં.

મોના લિસા નામના પ્રખ્યાત ચિત્રમાં નજર આવતી મહિલાની આંખો પર આઈબ્રો નથી કારણ કે તે જમાનામાં ઈટાલીમાં આઈબ્રો દૂર કરાવવાની ફેશન હતી.

હિમાલય પર્વત પૃથ્વીના દસમાં ભાગની સપાટી પર ફેલાયો છે.

બાર્બિ નામની પ્રખ્યાત ઢિંગલીનું નામ Barbie Millicent Roberts નામની વ્યવસાયી મહિલા પરથી પડ્યું છે.

પ્રખ્યાત ચિત્ર મોના લિસા એક સમયે નેપોલિયન બોનાપાર્ટના બેડરૂમમાં લટકાવવામાં આવતું હતું.

મોટાભાગે બાળકોની ઉંચાઈ તેના પિતા અને વજન તેની માતા પર નિર્ધારિત હોય છે.

The Wizard of Oz નામની ફિલ્મમાં સિંહના ચામડામાંથી બનાવેલા વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કાગળના સામાન્ય ટૂંકડાને સાતથી વધુ વખત વાળવો ખૂબ જ મુશ્કેલ છે.

કીડી ક્યારેય ઊંઘતી નથી.

આપણા સૌરમંડળમાં શુક્ર એકમાત્ર ગ્રહ છે જે ઘડિયાળના કાંટાની જેમ ફર્યા કરે છે.

ચન્દ્ર પર અવકાશયાત્રીઓના પગલાં 10 મિલિયન વર્ષ સુધી ટકી રહે છે.

ભૂંડની ચામડી સૂર્યના કિરણોથી દાઝે છે.

કોકા-કોલાનો વાસ્તવિક રંગ લીલો હતો.

મનુષ્ય પાણી પીધા વિના 11 દિવસ જીવી શકે છે.

ઝિબ્રા સફેદ રંગ સાથે કાળા પટ્ટાવાળા હોય છે નહીં કે કાળા રંગ સાથે સફેદ પટ્ટાવાળા.

અંગ્રેજી ભાષામાં વિશ્વના તમામ ખંડોનાં નામનો પ્રથમ અને અંતિમ અક્ષર સમાન છે.

જ્યારે તમે મેઘધનુષ્ય નિહાળી રહ્યાં હોય ત્યારે સૂર્ય તમારી પાછળની બાજુએ હોય છે.

વિશ્વમાં સૌથી વધુ સિનેમા થિયેટર રશિયામાં આવેલા છે.

એક પેન્સિલમાંથી આશરે 35 માઈલ લાંબી લીંટી દોરી શકાય છે.

નર્સરીના અભ્યાસમાં Jack શબ્દનો ઉપયોગ સૌથી વધુ થાય છે.

મોટાભાગના લોકો પોતાની કોણીએ જીભ અડાડી શકતા નથી.