Tuesday, September 20, 2011

Strange Facts-Random Facts


એક બ્લડસેલને સમગ્ર શારીરિક તંત્રનું ચક્કર લગાવતા સાઠ સેકન્ડનો સમય લાગતો હોય છે.

ડીએનએ વિશેની પહેલવહેલી જાણકારી ૧૮૬૯માં ફ્રેડરિક મિશલરે આપી હતી.

ન્યૂટન સંસદસભ્ય રહ્યાં તે દરમિયાન માત્ર એક જ વાક્ય બોલ્યા હતા,જે વાક્ય સંસદની બારી ઉઘાડવા માટેનું હતું.

દર મહિને આપણા વાળ બે મિલિમીટર જેટલાં વધતાં હોય છે.

ઓકના વૃક્ષમાં ચોવીસ કલાકમાં પચીસ ગેલન જેટલું પાણી બાષ્પીભવન થાય છે.

કાચિંડો એક સમયે બે જુદી જુદી દિશાઓમાં રહેલી વસ્તુઓને એકસાથે જોઈ શકે છે.

ગ્રેટ બેરિયર રિફ બે હજાર કિમીનો વિસ્તાર આવરે છે.

મનુષ્યના શરીરમાં રહેલી રક્તવાહિનીઓ ૬૨,૦૦૦ માઈલ જેટલી લાંબી થઈ શકે છે.

કિંગ તૂત જ્યારે રાજા બન્યો ત્યારે તે નવ વર્ષનો હતો.

વાળની એક લટનું આયુષ્ય સાત વર્ષનું હોય છે. પુરુષોની સરખાણીમાં સ્ત્રીઓમાં વાળ વધવાનો દર ઓછો હોય છે.

લંડન બ્રિટન અને યુરોપનું સૌથી મોટું શહેર છે.

કેટલાંક પતંગિયાં તેમની ઇચ્છા પ્રમાણે રંગ બદલી શકતા હોય છે.

દિવસમાં અન્ય કોઈ સમય કરતાં વહેલી સવારે વાળ વધવાની પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે.

ભારતમાં સૌથી વધુ (૬૦ ટકાથી વધુ) મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

પતંગિયાની સ્વાદ પારખવાની ક્ષમતા તેમના પગમાં હોય છે.

મોઝાર્ટે ચાર વર્ષની ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.

સમગ્ર વિશ્વમાં દરેક દેશમાં કાળા મરીનો ઉપયોગ તેજાના તરીકે કરવામાં આવે છે.

વિશ્વમાં સૌથી લાંબો તાજા પાણીનો સ્ત્રોત અમેરિકાના મિશિગનમાં આવેલો છે.

ઈટાલિયન ચિત્રકાર રાફેલે સાત વર્ષની ઉંમરે તેના પિતા પાસે ચિત્ર દોરવાની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.

બેલ્જિયમમાં સ્ટ્રોબેરીનો સંગ્રહ કરતું અનોખું સંગ્રહાલય આવેલું છે.

ક્લાઉડ મોનેટ નામના ચિત્રકારે તેમના મોટાભાગના ચિત્રો તેમના અડિયલ શિક્ષકને ધ્યાનમાં રાખીને દોર્યા હતા.

જાપાનમાં બસો જેટલા જ્વાળામુખી આવેલા છે.

વિશ્વમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં આવેલી છે.

લિયોનાર્ડો દ વિન્ચી ચિત્રકારની સાથે સાથે જાણીતા આર્કિટેક્ટ પણ હતા.

૧૯૧૧માં પાબ્લો પર મોનાલીસાના ચિત્રની ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

બાઈબલમાં યુએફઓનો ઉલ્લેખ જોવા મળે છે.

રોક એન્ડ રોલ મ્યુઝિકની શરૂઆત ૧૯૩૦-૪૦ના ગાળામાં થઈ હતી.

હવાઈ ટાપુના પારંપરિક નૃત્યનું નામ હુલા ડાન્સ છે.

ડો. ઝાકિર હુસૈન ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા.

જનરલ કે.એમ. કરિઅપ્પા ભારતીય સૈન્યના પ્રથમ વડા હતા.

ખજૂરાહોનાં સ્થાપત્યોનું નિર્માણ ઈ.સ. પૂર્વે ૯૫૦ થી ૧૦૫૦ની વચ્ચે કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

જી.ડી.બીસ્ટને વિશ્વના સૌથી ઝડપી શોર્ટહેન્ડ લેખક તરીકે ઓળખવામાં આવતા.

જીવજંતુઓ-કીટકોના અભ્યાસને એન્ટેમોલોજી તરીકે ઓળખવામાં આવે છે.

૧૬૦૦ના સમયગાળામાં હોલેન્ડમાં સોના કરતાં ટયુલિપ બલ્બ નામનાં ફૂલોનું મૂલ્ય વધારે માનવામાં આવતું હતું.

કપડાં પર પડેલાં ડાઘ-ધબ્બા દૂર કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

વિશ્વનો બીજા નંબરનો સક્રિય જ્વાળામુખી મોના લાઓ હવાઈમાં આવેલો છે.