Tuesday, September 20, 2011

Strange Facts- Science


ભૌતિકશાસ્ત્રનું પહેલું નોબેલ પારિતોષિક ૧૮૯૫માં રોન્ટજને એક્સરેની શોધ માટે મેળવ્યું હતું.

બુધના ગ્રહ પર દિવસ દરમિયાન ૪૩૦ ડિગ્રી સેલ્સિયસ અને રાત્રિ દરમિયાન ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે.

મનુષ્ય પર કોઈ ઉલ્કાપિંડ ખરે એવી ઘટના દર ૯,૩૦૦ વર્ષે બનતી હોય છે.

અંગૂઠા જેટલું કદ ધરાવતા ન્યૂટ્રોન સ્ટારનું વજન સો મિલિયન ટન જેટલું હોય છે.

એક રક્તકણનું આયુષ્ય ૧૨૦ દિવસનું હોય છે.

અત્યાર સુધીમાં નેપ્ચ્યુનના તેર ચંદ્રોની શોધ થઈ છે.

ધૂમકેતુની પૂંછડી હંમેશાં સૂર્ય તરફ હોય છે.

સબમરીનમાંથી પાણીની સપાટી પર કોઈ વસ્તુને જોવા માટે પેરીસ્કોપ નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે.

પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ વધુ વાર પલક ઝપકાવે છે.

પૃથ્વી એક મિનિટમાં ૧,૭૩૭ કિમીની ઝડપથી સૂર્યની ફરતે ભ્રમણ કરે છે.

મલેશિયામાં અગ્નિ વરસાવનારાં વૃક્ષ જોવા મળે છે.

બુધ ગ્રહ મંગળ કરતાં ભારે છે અને પૃથ્વી જેટલું જ વજન ધરાવે છે.

સૌર મંડળમાં સૂર્યની નજીક હોવાના કારણે બુધ પર દિવસ દરમિયાન તાપમાન ૭૫૦ ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચી જતું હોય છે.

દિવાસળીની શોધ થઈ તે પહેલાં સિગારેટ લાઈટરની શોધ થઈ હતી.

જીભ એકમાત્ર એવું અંગ છે જેમાં હાડકું નથી હોતું.

મનુષ્યના શરીરની ત્વચા પર વીસ લાખ છિદ્રો હોય છે.

સોડિયમ પાણીમાં સળગી ઊઠે છે.

દેડકાં ત્વચાની મદદથી પાણી શોષે છે. એટલે કે તેઓ પાણી પીતા નથી પરંતુ શરીરમાં પાણીનું સ્તર જાળવવા ત્વચાનો ઉપયોગ કરે છે.

અવકાશમાં પહેલો ઉંદર ૧૯૬૧માં ફ્રાન્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો.

નવજાત શિશુના શરીરમાં ૮૦ ટકા જેટલા હિસ્સામાં પાણી હોય છે.

જ્યારે તરસ લાગે છે ત્યારે વ્યક્તિ તેના શરીરમાં રહેલા પાણીનો એક ટકા જેટલો હિસ્સો વાપરી નાખે છે.

મંગળ ગ્રહને સૂર્યનું એક ચક્કર કાપતાં પૃથ્વીના ૬૮૭ દિવસ જેટલો સમય લાગે છે.

દિવાસળીની શોધ થઈ તે પહેલાં સિગારેટ લાઈટરની શોધ થઈ હતી.

ચંદ્રનું કદ અને પેસિફિક મહાસાગરનું કદ એક સમાન છે.

બટાકાની ચિપ્સની શોધ ક્રમ નામની વ્યક્તિએ કરી હતી.

ધૂમકેતૂ જ્યારે ગતિ કરે છે ત્યારે તેની પૂંછડી હંમેશાં સૂર્ય તરફ હોય છે.

વિશ્વની સૌથી સ્વચ્છ હવા ધરાવતું સ્થળ ટાસ્માનિયા છે.

શનિના સૌથી મોટા ઉપગ્રહને ટાઈટન તરીકે ઓળખવામાં આવે છે.

* ચાની શોધ ઈ.સ. પૂર્વે ૨૭૩૭માં ચીનમાં થઈ હોવાનું માનવામાં આવે છે.

* એક કિગ્રા ચોખા પકવવા માટે આશરે ૫,૦૦૦ લિટર પાણીનો વપરાશ થાય છે.

પૃથ્વીની સરખાણીમાં ચંદ્ર પર મનુષ્યનું વજન છઠ્ઠા ભાગનું થઈ જાય છે.

ગેલેક્સીમાં ૧૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ તારાઓ આવેલા છે.

હેલીનો ધૂમકેતુ ૭૬ વર્ષે જોવા મળે છે.

મનુષ્યના શરીરમાં સૌથી ઝડપથી વધતું કોઈ અંગ હોય તો તે વચ્ચેની આંગળીનો નખ છે. સૌથી મોટી અને લાંબી આંગળીનો નખ સૌથી ઝડપથી વધે છે.

વ્યક્તિની ભ્રમરોમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા ૫૫૦ વાળ હોય છે.

સજીવોના શરીરમાં જીભ સૌથી મજબૂત સ્નાયુ છે.

એવોકાડો(જમરૃખના પ્રકારનું ફળ)માં સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે.

એક ઔંસ મિલ્ક ચોક્લેટમાં ૬ મિલિગ્રામ કેફિન હોય છે.